બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ કરવામા આવ્યુ...

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરવામાં આવશે. 

કોવિડ સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિતો સાથે યોજાનાર આ ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ આજે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર અમિત અરોરાની ઉપસ્થિતમાં યોજાયું હતું. 


કલેક્ટરે સમગ્ર કાર્યક્રમના દરેક તબક્કે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન સુનિશ્ચિત થાય તેમ આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટરની અધ્યક્ષતામાં ઉજવણીના  મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમનું રિહર્સલ કરી ધ્વજ વંદન, બેઠક વ્યવસ્થા, રિહર્સલ પોલિસ પરેડ, વૃક્ષારોપણ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકા કક્ષાની ઉજવણીઓ જે-તે તાલુકા મથકોએ કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉજવણી દરમિયાન ઉપસ્થિતજનોની સંખ્યા મર્યાદિત રાખીને ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે. આ નિમિતે, કોરોના વિષયક કામગીરીમાં મહત્વનું પ્રદાન આપનાર સફાઈ કર્મી, પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. 


જિલ્લા કલેકટરએ દેશ કોરોના કટોકટી સામે લડી રહ્યો છે ત્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કોરોનાને લગતી માર્ગદર્શિકાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરતા નાના પાયે અને માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉજવણી કરવા અને એ રીતે કોરોના સામેની લડાઈમાં દેશના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.આ નિમિતે અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી ગોધરા, નાયબ પોલીસ અધિક્ષકસહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.