બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા: ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જિલ્લામાં વરસાદ,પાકને થયેલા નુકસાન, કૃષિ યોજનાઓની સમીક્ષા કરી.

ગોધરા, ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન કૃષિ યોજનાઓની સ્થિતિ અને અમલીકરણની સમીક્ષા હાથ ધરી હતી. ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના હેઠળ વિવિધ યોજનાઓ અમલમાં મૂકાઈ છે ત્યારે મંત્રીશ્રીએ જિલ્લામાં આ યોજનાઓના અમલીકરણ વિષયક કામગીરીની બારીક વિગતો મેળવી હતી. જિલ્લામાં વરસાદ અને વાવેતરની સ્થિતિ, પાકને થયેલ નુકસાન, ડેમમાંથી છોડાયેલ પાણીથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની સ્થિતિ, પીએમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત કુલ લાભાર્થીઓ અને તેમને થતી ચૂકવણી, બાકી અરજીઓ સહિતની વિગતો મેળવતા વધુ અસરકારક અમલીકરણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.


જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંત્રીશ્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ૨.૨૦ લાખ કરતા વધુ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને યોજનાના લોન્ચથી અત્યાર સુધીમાં રૂ. ૮૮ કરોડથી વધુ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ૩૩૯૮, માલવાહક વાહન હેતુ ૦૨૫૬ લાભાર્થીઓને, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ્સ હેઠળ ૦૨૬૫, છત્રી સહાય યોજના હેઠળ ૯૪૬ લાભાર્થીઓની અરજીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. 


આઈ-ખેડૂત પોર્ટલ પર થયેલ અરજીઓ અને મંજૂર કરાયેલ અરજીઓ, નામંજૂર થતી અરજીઓ પાછળના કારણો સહિતની માહિતી મેળવતા તેમણે વધુમાં વધુ ખેડૂતો આ યોજના બાબત માહિતગાર થાય અને લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું.