ગોધરા ખાતે સ્વામી વિવેકાનંદ અને ભારતમાતાની મુર્તિનુ સ્થાપન કરવામા આવ્યુ.
ગોધરા ખાતે, કલાલ દરવાજા સર્કલ પર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ભારતમાતા ની તથા સ્વામી વિવેકાનંદ જી ની મૂર્તિ ની સ્થાપના વિધિ વિધાન સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવા બૉડ ના ઝોન સહ સંયોજક અને ભાજપ જિલ્લા મંત્રી આશિત ભાઈ ભટ્ટ , આર એસ એસ ના જિલ્લા કાર્યવાહ હિરેન ભાઈ પંડયા, બીજેપી જિલ્લા અધ્યક્ષશ્રી અશ્વિન ભાઈ પટેલ , અધિક કલેક્ટર શ્રી,નગરપાલિકાના પ્રમુખ શ્રી, બીજેપી ના મહિલા મોરચા ના પ્રમુખશ્રી, નગર પ્રમુખશ્રી, નગર મહામંત્રી શ્રી, કારોબારી અધ્યક્ષા શ્રી,કોર્પોરેટર શ્રી, વિહિપ ના વિભાગ મંત્રી શ્રી, જિલ્લા મંત્રી શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સંયોજક શ્રી પ્રેગ્નેશ ભાઈ અને તાલુકા, નગર ના સંયોજકો બ્રિજેશ ઠાકોર, રોનક રાઠોડ, સંજીવ શાહ,મહેશ જોશી, કથન વગેરે એ કાર્યક્રમ ને સફળ બનાવવા સખત મહેનત કરી હતી.