ટોક્યો ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને મળી વધુ એક સિદ્ધી, રેન્કિંગમાં થયો જબરદસ્ત થયો ફાયદો
ભારતીય ખેલાડી નીરજ ચોપરાને ભાલા ફેંકમાં ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. જ્યારે આ શાનદાર પ્રદર્શન બાદ તાજેતરની વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં 14 સ્થાનનો ફાયદો પણ થયો છે. હવે નીરજ ચોપરા વિશ્વનો નંબર 2 ખેલાડી બની ગયો છે.
નોંધનીય છે કે, 7 ઓગસ્ટ, 2021 ના રોજ નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો. નિરજ ચોપરાએ 87.58 મીટરના અંતરે ભાલો ફેંકી અને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું છે.
વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ અપડેટ અનુસાર, 23 વર્ષીય નીરજ ચોપરા માત્ર જોહાન્સ વેટરથી પાછળ રહ્યા છે, જેનો સ્કોર 1396 રહેલ છે. બીજી તરફ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ પુરુષોની ભાલા ફેંકમાં 1315 નો સ્કોર બનાવ્યો હતો. ઓલિમ્પિક્સમાં સ્ટાર એથ્લીટ દ્વારા ઐતિહાસિક ગોલ્ડન થ્રોને વિશ્વ એથલેટિક્સ દ્વારા ઓલિમ્પિક એથલિટિક્સ ની 10 જાદુઈ ક્ષણોમાંથી એક તરીકે સૂચિબદ્ધ પણ કરાઈ છે.