This browser does not support the video element.
ગિરનારની સફર કરવા આવતા લોકો માટે ખુશીના સમાચાર
જૂનાગઢ સહિત સમગ્ર દેશના પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર લોક ડાઉન ની પરિસ્થિતિઓ વચ્ચે મળી રહ્યા છે, તે મુજબ જૂનાગઢના ગીરનાર રોપ વે નું કામ અધૂરું રહેલું કામ હવે ગણતરીના દિવસોમાં શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જૂનાગઢના ગીરનાર રોપ વેની કામગીરીનું કામ હવે 10 થી 20 ટકા કામ માત્ર બાકી છે, આ સમય દરમિયાન જ લોક ડાઉન જાહેર થતા હાલમાં રોકી દેવામાં આવ્યું હતું અને આ કામની દેખરેખ રાખતા બે વિદેશી એન્જિનિયરો તેમના વતનમાં પરત ફર્યા હતા. ત્યારે લોક ડાઉન ના કારણે બંધ રહેલા રોપવેનું કામ અટવાઈ જશે તેવી સૌ કોઈને દહેશત હતી.

આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રોપ-વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી જુનાગઢ સહિતના રાજ્યના રાજકીય નેતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેક રજુઆતો થવા પામી હતી, જેના પગલે જૂનાગઢના ગીરનાર રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએથી સૂચનાઓ મળતા, જુનાગઢ ગિરનાર ઉપરના રોપવેનું કામ કરતી ઉષા બેક્રો કંપની દ્વારા રોપવેનું કામ ફરી ધમધમતું થાય તે માટે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરાઈ રહ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના સૌથી મોટા રોપ વેની જે જગ્યાએ કામગીરી થઈ ગઈ છે અને જે જગ્યાએ રોપવેનો સામાન પડ્યો છે તે તમામ જગ્યાઓને શેનીતાઇઝ કરવામાં આવી રહ્યું છે.