બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની સર્ચ કરતાં એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ આવ્યું

ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની સર્ચ કરતાં એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે. રસપ્રદ વાત તો એમ છે કે 22 વર્ષીય રાશિદ ખાનના હજુ સુધી લગ્ન જ થયાં નથી. તેમ છતાં ગૂગલ તેનાથી 10 વર્ષ મોટી બોલિવૂડ એક્ટ્રેસને તેની પત્ની બતાવી રહ્યા છે.

આ કારણે અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે
વાત એમ છે કે 2018માં પ્રિટી ઝિન્ટાએ એક ઇન્સ્ટા સેશન દરમ્યાન રાશિદ ખાનને તેની ગમતી એક્ટ્રેસ વિશે પૂછ્યું હતું. જવાબમાં રાશિદે અનુષ્કા શર્માનું નામ લીધું અને અહીંથી ગૂગલે કનેક્શન બેસાડ્યું અને અનુષ્કાને તેની પત્ની ગણાવી દીધી.

ઇન્ટરનેટ યુઝર્સે મીમ્સ બનાવ્યા
ગૂગલ પર અનુષ્કા શર્માને રાશિદ ખાનની પત્ની દેખાડતા ઇન્ટરનેટ યુઝર્સે ઘણા મીમ્સ બનાવ્યા છે. અમુક મીમ્સ પર નજર કરીએ..