આજથી વાહન ચાલકોને મોટી રાહત, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજોની હાર્ડ કોપીની જરુર નહીં...
વાહનચાલકોની સુવિધામાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના વાહનોના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવા જઇ રહી છે. એક ઓક્ટોબર, ૨૦૨૦થી ઇન્ફરમેશન ટેકનોલોજી પોર્ટલ પર આ દસ્તાવેજો અપલોેડ કરી શકાશે અને ફિઝિકલ દસ્તાવેજો સાથે રાખવાની જરૃર નહીં પડે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે ટ્રાફિક પોલીસ ફિઝિકલ દસ્તાવેજોની માગ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે તાજેતરમાં જ સેન્ટ્રલ મોટર વેહિકલ રૃલ્સ, ૧૯૮૯મા સુધારા કર્યા હતાં.
નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ ડ્રાઇવિંગ દરમિયાન રૃટ જોવા માટે વાહનચાલક મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે. જો કે મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૃટ જોવા માટે જ કરી શકાશે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરવી ગુનો ગણાશે અને માટે ૧૦૦૦ થી ૫૦૦૦ રૃપિયા સુધીનો દંડ ભરવો પડશે.
વાહનની સાથે ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમીટ જેવા દસ્તાવેજોની હાર્ડ કોપી સાથે રાખવાનું ટેન્શન હવે દૂર થશે. હવે આ દસ્તાવેજોની સોફટકોપી સાથે રાખીને વાહન ચલાવી શકાશે. તપાસ દરમિયાન આ સોફ્ટ કોપી સંપૂર્ણપણે માન્ય ગણાશે.
સરકારે જણાવ્યું છે કે ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇ-ચલણ સહિતના તમામ દસ્તાવેજોની સારસંભાળ એક આઇટી પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. આ વેબ પોર્ટલ પર લાયસન્સ અને રજિસ્ટ્રેશનનું સસ્પેન્શન, કંપાઉન્ડિંગ અને રિવોકેશન સહિત ઇ-ચલણ જેવા અપરાધોનું રેકોર્ડ પણ આ પોર્ટલમાં રાખવામાં આવશે.
નવા નિયમ અનુસાર જો વાહન સાથે જોડાયેલા દસ્તાવેજોની વૈધતા ઇલેક્ટ્રોનિક સ્વરૃપે થઇ જાય છે તો પોલીસ અધિકારી ફિઝિકલ દસ્તાવેજો માગી શકશે નહીં.