બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

...તો દિલ્હીથી ઠપકો મળતા ગુજરાતમાં GTU ની પરીક્ષા રદ કરવામાં આવી???

ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી- GTU સમેત તમામ સરકારી યુનિ. ઓમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બપોરે ૧૨-૩૦ કલાકે મિડિયા સમક્ષ તેની જાહેરાત કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતમાં બીજા કોઈ રાજ્યમાં નહી અને માત્ર ગુજરાતમાં જ આ પ્રકારનો નિર્ણય લેવાતા દિલ્હીથી ઠપકો મળતા ચાર જ કલાકમાં સરકારને U-ટર્ન લેવો પડયો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ”દેશમાં એક સુત્રતા જળવાય એટલા માટે સરકારે હાલ પરીક્ષા યોજવાનું સ્થગિત રાખીનું નક્કી કર્યું છે” એવા બે ચાર વાક્યો બોલીને ઉભા થઈ જવુ પડયું હતુ.

નોંધનીય છે કે બુધવારની બપોરે કેબિનેટની બેઠક પછી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ લોકડાઉન દરમિયાન યુનિવર્સિટીઓમાં માર્ચ- એપ્રિલમાં ન લેવાયેલી પરીક્ષા પૈકી છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા માટે સર્વાનુંમતે નિર્ણય કર્યો હતો. GTUમાં તો ગુરૂવારથી ૩૫૦ કેન્દ્રો ઉપરથી પરીક્ષા યોજવાનું શિક્ષણ મંત્રી ચૂડાસમાએ જણાવ્યુ હતુ. ભારતમાં જે રાજ્યોમાં કોવિડ-૧૯નો ચેપ નિયંત્રણમાં છે ત્યાં પણ આવનારી પેઢીઓના હિતમાં કોલેજોમાં વર્ષાંત પરીક્ષાઓ યોજવા કોઈએ નિર્ણય કર્યો નથી.