બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

GTUનાં કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠની રાજકોટ AIIMSનાં સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક

સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટને All India Institute of Medical Science ફાળવવામાં આવ્યું છે, જેના અધ્યક્ષ અને સમિતિના સભ્યો આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા છે. અધ્યક્ષ તરીકે દિલ્હીથી આવેલા ડો.પ્રદીપ દવેની નિમણૂક કરવામાં આવી છે. જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવિન શેઠ અને સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા અને સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઇમ્સના સભ્યો તરીકે કરવામાં આવી છે.

ડો.નવીન શેઠ ભારતીય ફાર્મા કોંગ્રેસના પ્રમુખ છે.
પ્રો. ડો.નવીન શેઠ વર્ષ 2008 થી 2011 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ ફેકલ્ટીના સભ્ય છે.તેઓ ભારતની ફાર્મસી કાઉન્સિલની એજ્યુકેશન રેગ્યુલેશન કમિટીના ચેરમેન અને ફાર્મસી બોર્ડ, એઆઈસીટીના સભ્ય છે.મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઈમ્સના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.

સભ્ય તરીકે નિમણૂક થતાં GTUના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે જણાવ્યું છે કે “કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરી છે. જે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે. હેલ્થ સંબંધિત સમસ્યાઓને કારણે જે તકલીફો પડી રહી હતી. તે હવે ભૂતકાળ બનીને‌ રહેશે. ‌આ ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ, દિલ્હી કે મુંબઈ સુધી ગંભીર બીમારીઓ માટે લાંબા થવું પડશે નહીં અને તમામ પ્રકારની સારવાર રાજકોટ ખાતે મળી રહેશે.”

ડો.નવીન શેઠ સહિત પ્રો.વિજયલક્ષ્મી સક્સેના, ડો.વિજય ચૌથાવાલે, ડો.જિતેન્દ્ર ‍અમલાની, ડો.રાકેશ કોચર અને ડો.ઇલા દેસાઇની પણ નિમણૂક કરવામાં આવી છે.સમગ્ર GTU પરિવાર વતી જીટીયુનાં કુલસચિવ ડૉ. કે.એન. ખેરે દ્વારા કુલપતિ ડૉ. શેઠને અભિનંદન પાઠવ્યાં હતાં.