બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રામમંદિર ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા, હિન્દુ પક્ષના વકીલ રહેલા પરાશરન, એક શંકરાચાર્ય અને પેજાવર મઠના સ્વામી સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. તેના 4 કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા 15 સભ્યોની માહિતી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત 5 ધર્મગુરુઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના જ હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.




અગાઉ એવા અહેવાલો હતા કે ચાર શંકરાચાર્યોને આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે પરંતુ સરકારે ટ્રસ્ટમાં માત્ર પ્રયાગરાજના જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજને સામેલ કર્યા છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મીટિંગમાં વોટિંગનો અધિકાર અપાયો નથી...