શહેરા: દલવાડા ગામની દુધમંડળીના ગ્રાહકોનો ૧,૩૫,૦૦૦ લાખ પગાર ભરેલી બેગ લઈને ગઠીયો ઉડન છૂ..જાણો સમગ્ર વિગત.
પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકાના દલવાડા ગામમા આવેલી દુધ ડેરીના સેક્રેટરી શહેરામા આવેલી પંચમહાલ ડિસ્ટ્રીક બેંકની શાખામાં દૂધ ગ્રાહકોના પગારની રોકડ રૂપિયા ભરેલી બેંગ રિક્ષાની પાછળના ભાગે મુકી હતી.તે સમયે એક અજાણ્યા ઇસમે સેક્રેટરીને તમારા પૈસા પડી ગયા છે.તેમ કહેતા સેક્રેટ્રરી જમીન પર પડેલી નોટો લેવા ગયા હતા.તે સમયે નજર ચુકવીને અજાણ્યો ઈસમ દૂધગ્રાહકોના પગારની ૧,૩૫,૦૦૦ હજાર રૂપિયા ભરેલી રોકડ રકમની બેંગ લઇને ફરાર થઇ ગયો હતો.સેક્રેટરીએ રીક્ષાના પાછળના ભાગમાં દુધગ્રાહકોના પગારના રૂપિયા ભરેલી બેગ ન મળતા પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. તેમને આ મામલે શહેરા પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.
જો તમે બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હોય અને અજાણ્યા ઈસમો તમને તમારા રૂપિયા પડી ગયા છે.તેમ કહીને લાલચ આપે તો તેમની જાળમાં ફસાતા નહી.કારણ કે શહેરા તાલુકાના દલવાડા ગામમાં આવેલી દુધ મંડળીના સેક્રેટરી અજાણ્યા ઇસમની આવી જ વાતમાં આવી જતા દુધગ્રાહકોના પગારના ૧,૩૫,૦૦૦ લાખ રૂપિયા ગુમાવાનો વખત આવ્યો હતો.શહેરા તાલૂકાના દલવાડા ગામે આવેલી ધી દૂધ ઉત્પાદક મંડળીમાં કુબેરસિંહ અભેસિંહ પગી સેકેટ્રરી તરીકે ફરજ બજાવે છે.દુધ ગ્રાહકોને સમયાતંરે પગાર કરવાનો હોય છે.આથી તેઓ શહેરામાં અણિયાદ ચોકડી પાસે આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક કો.ઓ. બેંકની શાખામાં જઈને દુધ ગ્રાહકોના પગારની ૧,૩૫,૦૦૦ લાખની રોકડ જરૂરી બેંકમાં સ્લીપ ભરીને ઉપાડી હતી.પોતાની રિક્ષા લઇને આવેલા હોવાથી તેમને પગારની રકમ બેગમા રાખીને રીક્ષાની પાછળના ભાગમાં મૂકી ઘરે જવા નીકળતા હતા તેવામાં એક અજાણ્યા ઈસમે તેમની પાસે આવીને સેક્રેટરી કુબેરસિંહને કહ્યુ કે" તમારા પૈસા પડી ગયા છે."આથી તેઓએ પાછળ ફરીને જોયુ તો ૧૦-૨૦ રૂપિયાની નોટ પડેલી હતી.તેમને પોતાના પૈસા જ પડી ગયા છે.તેવુ લાગતા નીચે પડેલા પૈસા લેવા જતા અજાણ્યો ઇસમ નજર ચૂકવીને રીક્ષામાં મુકેલી ૧,૩૫,૦૦૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો હતો.કુબેરસિંહ પાછા ફરીને જોયુ તો અજાણ્યો ઈસમ જોવા ન મળ્યો હતો.રિક્ષામાં પાછળ પગારના રૂપિયા ભરેલી બેગ જોવા નહી મળતા ચોકી ઉઠ્યા હતા.
પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો.બેગની સાથે એટીએમ,પાસબૂક સહિતના ડોક્યુમેન્ટ તેમજ તેમના સબંધીના સરકારી સહાય માટે તૈયાર કરેલા જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમાવાનો વખત આવ્યો હતો.તેઓ પીડીસી બેંકના અધિકારીઓને મામલાની જાણ કરી હતી.જેમા શંકાસ્પદ ઇસમોની હિલચાલ નજરે પડી હતી.બનાવની પોલીસને જાણ કરવામા આવતા ઘટના સ્થળે આવીને જરૂરી તપાસ હાથ ધરી હતી.શહેરા પોલીસ મથકે દલવાડા દુધમંડળી સેક્રેટ્રરી કુબેરસિંહ પગી દ્વારા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામા આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.