બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ LCB પોલીસે વાહનચેંકીગ દરમિયાન મહિન્દ્રા XUV ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

પંચમહાલ, ગોધરા એલસીબીની ટીમ

નાંદરખા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક મહિન્દ્રા XUV ગાડીના ચાલકે પોલીસ હોવાનો શક જતા ગાડી પાછી વાળીને વેજલપુર તરફ ભગાવી હતી.પોલીસે ગાડીમાં કઇક હોવાનો શક જતા ગાડીનો પીછો કર્યો હતો.પણ ચાલક વેજલપુર ખરસાલીયા ચોકડી ઉપર મહિન્દ્રા XUV કાર છોડીને ફરાર થઇ ગયો હતો.પોલીસે ગાડીમા  તપાસ હાથ ધરતા વિદેશી દારૂ ભરેલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબી પોલીસે  મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરાર ઇસમ સામે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબી ટીમના પી.એસ.આઇ.આઇ.વી સિસોદિયા અને એલસીબી સ્ટાફના માણસનો નાઈટ પેટ્રોલિંગમાં નાદરખા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.તે સમયે ગોધરા તરફથી એક ફોર વ્હીલર મહિન્દ્રા XUV ગાડી આવતા તેને ઉભી રાખવા જણાવ્યુ હતૂ.પરંતુ ગાડીના ચાલકે ધીમી નહી પાડતા  ચાલકને પોલીસ હોવાનો શક જતા તેને વેજલપુર તરફ ગાડી ભગાવી હતી.એલસીબીની ટીમે વાહનોની મદદથી પીછો કરી કર્યો હતો.પરંતુ એ ગાડી જોવા નહી મળતા પીછો ચાલુ જ રાખ્યો હતો. તે દરમિયાન વેજલપુર ખરસાલીયા ચોકડી પાસે જે ગાડીનો પીછો કરવામા આવતો હતો તે ગાડી અકસ્માત થયેલી હાલતમાં મળી આવી હતી.

ગાડીનો ચાલક ફરાર જોવા મળ્યો ન હતો.પોલીસે ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.પોલીસ દારૂની બોટલો તેમજ કાર મળીને 4,31,560 રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.