સુઇગામ નજીક વાવ હાઇવે ઉપર ટ્રેઇલર અને ટ્રક સેમ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો.જાનહાની ટળી.
સુઇગામ નજીક વાવ હાઇવે ઉપર ટ્રેઇલર અને ટ્રક સેમ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો, જાનહાની ટળી.વાવ સુઇગામ હાઇવે પર ઠેરઠેર હાઇવે રોડ બિસ્માર હોઈ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે,ત્યારે સુઇગામ નજીક આવેલ ઈન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની સામે રોડ સાઈડમાં પડેલ ખાડાઓને કારણે છાસ વારે અકસ્માતો થતાં જ
સુઇગામ નજીક વાવ હાઇવે ઉપર ટ્રેઇલર અને ટ્રક સેમ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો, જાનહાની ટળી.
વાવ સુઇગામ હાઇવે પર ઠેરઠેર હાઇવે રોડ બિસ્માર હોઈ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે,ત્યારે સુઇગામ નજીક આવેલ ઈન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની સામે રોડ સાઈડમાં પડેલ ખાડાઓને કારણે છાસ વારે અકસ્માતો થતાં જોવા મળી રહ્યાં છે,ત્યારે શનિવારે વહેલી સવારે રોડ સાઈડના ખાડાને ટાળવા જતાં સામેથી આવતા ટ્રેઇલરે ટક્કર મારતા કોલસા ભરેલ ટ્રક અને ટક્કર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રક ના આગળના ભાગનો ખુદડો બોલી ગયો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ બાડમેર થી કોલસા ભરી ને કચ્છ બાજુ જઈ રહેલી ટ્રક નંબર RJ19.GB 2819 સુઇગામ ત્રણ રસ્તાથી આગળ વાવ હાઇવે પર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ સામેં રોડ સાઈડમાં પડેલ ખાડો ટાળવા જતા સામે આવેલ ટ્રકે ટક્કર મારતા કોલસા ભરેલ ટ્રક અને ટ્રેઇલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો,અને ભારે નુકસાન થયું હતું,,જોકે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી,ઘટનાના પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com