જોરાવરગઢ પ્રાથમિક શાળાના શિક્ષક ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કબડ્ડી ટીમમાં ઝળકયાં.
સુઈગામ તાલુકાની જોરાવરગઢ પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતનકુમાર મણિલાલ ચૌધરીએ હરિયાણાના ભીવાની ખાતેના ભીમ નેશનલ સ્ટેડિયમ માં રમાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ નેશનલ કબ્બડી સ્પર્ધા માં ગુજરાતની ટીમ માં રમી ઉત્કૃષ્ટ દેખાવ કરતાં ગુજરાતની ટીમ વિજેતા થઈ હતી, કુલ 22 રાજ્યોની અલગ અલગ ટિમોએ આ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમે જોરદાર દેખાવ કરી વિજેતા બની હતી,ગુજરાતની ટીમમાં સામેલ જોરાવરગઢ પ્રા. શાળા ના ઉપ શિક્ષક ચિંતન કુમાર મણીલાલ ચૌધરી એ નેશનલ કક્ષાની કબડ્ડી રમી ને શાળા, ગામ, તાલુકા તથા જિલ્લા નું નામ રોશન કર્યું છે.
સાથે સાથે શાળા નું તથા શાળા પરિવાર નું નામ પણ રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જોરાવરગઢ પ્રાથમિક શાળા ની કબડ્ડી ટીમ નેશનલ પાયકા વિજેતા છે. શાળાની કબડ્ડી ટીમના ચિંતન કુમાર મણીલાલ ચૌધરી કોચ છે,અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ ઉપરાંત બાળકોને સહઅભ્યાસીક પ્રવૃતિઓ અને રમતગમતમાં પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે,