બનાસકાંઠામાં બે નગરપાલિકા, અને 6તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન યોજાયું.
બનાસકાંઠામાં બે નગરપાલિકા, અને 6તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન યોજાયું
બનાસકાંઠા જિલ્લામાં આજે થરા તેમજ ધાનેરા નગરપાલિકાની અને દાંતીવાડા તાલુકા પંચાયતની બે સીટો ગોઢ અને નાંદોત્રા ઠાકોર વાસ,તેમજ દાંતા તાલુકા પંચાયતની જીતપુર અને કુંભારીયા સીટો પર તેમજ પાલનપુર તા.પંચાયતની ગઢ સીટ અને અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ પર આજે મતદાન યોજાયું હતું,જેમાં થરા નગરપાલિકામાં 73.55%,ધાનેરા નગરપાલિકામાં 69.08%, ગોઢ તા.પંચાયત સીટ પર 70.67%,નાંદોત્રા તા.પંચાયત સીટ પર 32.38%,જીતપુર તા.પં. સીટ પર 65.04%,કુંભારીયા તા.પં. સીટ પર 59.07%,મડાણા તા.પં, સીટ પર 59.49%, ધનપુરા તા.પં. સીટ પર 61.09%મતદાન નોંધાયું હતું,મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.