બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુઇગામ ITI ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ.

બ.કાં.જિલ્લા કાનૂની સેવા સતા મંડળના આદેશના પગલે સુઇગામ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મફત કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી,ITI ના મિટિંગ હોલમાં યોજાયેલ કાનૂની શિક્ષણ શિબિરમાં સુઇગામ ની મહે.જયુંડિશિયલ અને સિવિલ કોર્ટના જજ અતુલકુમાર, એડવોકેટ એસ.એમ.મણવર, કે.કે.પરમાર,એ.એચ.ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા,

એડવોકેટ એસ.એમ.મણવરે શિબિરમાં ઉપસ્થિત લોકો કાયદા કાનૂન વિશે માહિતી આપી હતી,લોકો પોતાના હક્ક અને અધિકાર માટે મફત કાનૂની સલાહ મેળવી શકે છે,મહિલાઓ,બાળકોની સુરક્ષા માટે કાયદાની જોગવાઈઓની પણ કાર્યક્રમમાં સમજ આપવામાં આવી હતી.