બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા 26 જેટલા તળાવને વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત કાંકરિયા અને ચંડોલા તળાવનો પણ વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં સિનિયર સીટીઝન માટે કોર્પોરેશનની હોસ્પિટલમાં ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે.


અમદાવાદ મનપાના બજેટમાં હેરિટેજ સિટી બનાવવા માટે રૂ. એક કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મનપા રૂ. 5 કરોડના ખર્ચે પોતાનું રેડિયો સ્ટેશન પણ ઉભુ કરશે. તેમજ મ્યુનિ. પ્લોટ અને જગ્યાઓનું ઓનલાઈન મોનિટરીંગ કરવામાં આવશે. જેથી ગેરકાયદે દબાણ અટકશે. શહેરીજનોને એએમટીએસ સેવાનો યોગ્ય લાભ મળી રહે તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં નવી 300 ફીડર બસો PPP ધોરણે લાવવામાં આવશે. તેમજ ટ્રાન્સપોર્ટ હબ ઉભકરવામાં આવશે. અમદાવાદ મનપા સંચાલિત શારદાબેન અને એલજી હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. તેમજ શહેરમાં સાત નવા સીએચસી સેન્ટર ઉભા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી આવાસ યોજનામાં ગટર, પાણી, સફાઈ અને લાઈટનું નિયમિત મેઈન્ટેન્સ કરવામાં આવશે.