કઈક કરી બતાવવા માટે તમારી જાતને આ પાંચ પ્રશ્નો પુછો.....
એવા પાંચ પ્રશ્નો છે , જે દરરોજ આપણી જાતને પૂછીએ તો રોજબરોજના કાર્યોમાં સદાચાર અને નિતિમત્તા જાળવી રાખવામાં મદદ મળે છે.
પ્રથમ પ્રશ્ન છે : " શું આજે મે મારા સદગુણોનો અમલ કર્યો ?" સદગુણો એ હ્રદય સાથે જોડાયેલી ટેવો છે , જેનુ શિક્ષણ આપણને આપણા માતા - પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા મળે છે.
બીજો પ્રશ્ન છે : ' આજે મે કોઈ ખરાબ કરતા સારું કામ વધારે કર્યુ હોય એવુ બન્યુ છે ? અથવા આજે શું મે એવો પ્રયાસ પણ કર્યો ? ' તમારા કાર્યના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં પરિણામો વિશે વિચારો.
ત્રીજો પ્રશ્ન છે : ' આજે મે લોકો સાથે તેમનુ માન અને ગૌરવ જળવાય તેવો વ્યવહાર કર્યો ? ' બધાં જ માનવો સાથે તેમનુ ગૌરવ જાળવીને વ્યવહાર માત્ર એ કારણસર કરવો જ જોઈએ કે તેઓ બધા જ માણસ છે.
ચોથો પ્રશ્ન છે : ' શું હું આજે નિષ્પક્ષ અને ન્યાયી રહ્યો હતો ? કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રાસંગિક નૈતિક કારણસર અલગ વ્યવહાર કરવો પડ્યો હોય તેને બાદ કરતા શું આજે મે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કર્યો છે ? '
પાંચમો પ્રશ્ન છે : " શું મારો સમુદાય એટલા માટે સારો બન્યો કે હું તેના એક ભાગરુપે છુ ? શું હું વધારે સારો એટલા માટે હતો કે હું મારા સમુદાયમાં હતો ? તમે તમારા પ્રાથમિક સમુદાયની જે રીતે વ્યાખ્યા કરતા હો તેના આધારે તમારો પ્રાથમિક સમુદાય નક્કી કરો. એ કોઈ પણ હોઈ શકે . શું હું મારા સમુદાયને વધુ મજબુત બનાવવા મારા અંગત હિતોને બાજુ પર મૂકીને પણ કાંઈ કરવા સક્ષમ હતો ? હું મારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવાની પ્રક્રિયામાં મારા સમુદાયની તાકાતનો ઉપયોગ કરી શક્યો હતો ? "
-' પરાત્પર ' પુસ્તકમાંથી