બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુઇગામ હાઇવે પરથી હેવી ઓઇલ રિફાઇનરીના ટેન્કર પસાર થતાં 5 કલાક વીજપુરવઠો ખોરવાયો.

સુઇગામ હાઇવે પરથી હેવી ઓઇલ રિફાઇનરીના ટેન્કર પસાર થતાં 5 કલાક વીજપુરવઠો ખોરવાયો.

બનાસકાંઠાના સરહદી સુઇગામ વિસ્તારમાંથી બુધવારે સવારે 8 કલાકે કંડલા તરફથી આવતા 4 હેવી ઓઇલ મશીનરી ભરેલ વાહનો પસાર થતાં બોરુથી સુઇગામ સુધીના કસ્ટમ રોડ અને સુઇગામથી કાણોઠી સુધી હાઇવે રોડ વચ્ચે આવતા વીજ વાયરો કાપવા પડ્યા હોઈ 5 કલાક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, હેવી વજન અને 35 ફૂટ ઊંચા તેમજ લગભગ 50 ફૂટથી વધુ લાંબા રિફાયનરી મશીન પસાર થતા તેને પસાર કરવા માટે જલોયા 66 કે.વી.સબ સ્ટેશનના મોરવાડા ફીડર તેમજ જલોયા ફીડરના લીંબુણી,નવાપુરા,હરસડ,મોરવાડા,ધરેચાણા,ડુંગળા,દુદોસણ, બોરું, મસાલી, માધપુરા, તેમજ જલોયા,સુઇગામ, રાજપુરા,બેણપ,દુધવા,સેડવ,કુંભારખા,ઉચોસણ, જોરાવરગઢ વિગેરે ગામોમાં 5 કલાક માટે વીજ પુર્વથી ખોરવાઈ ગયો હતો,જોકે ઓઇલ મશીનરીના વાહનો પસાર થયા બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરી વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો