આ વાર્તા આપણી જીવનશૈલી બદલી નાખશે.
એક બળદ એક ખુલ્લા કુવામાં પડી ગયો. ને કલાકો સુધી ભાંભરી ને રોતો રહ્યો. આ કૂવો ખેડૂતે ખોદાવ્યો પણ તેમાં પાણી નહોતું આવ્યું એટલે તેને પાછો પુરી દેવા નો હતો પણ તે પહેલા આ બળદ તેમાં પડી ગયો. આ બાજુ ખેડૂત વિચારતો રહ્યો કે શું કરવું જોઈએ અને શું નહિ?
છેલ્લે ખેડૂત એવા નિષ્કર્ષ પાર આવ્યો કે બળદ અત્યંત વૃદ્ધ થઇ ગયો છે એટલે તેને બચાવવાનો ખર્ચ કરી ને કોઈ લાભ નથી એટલે તેણે બળદ ને કુવામાં દફનાવી દેવાનો વિચાર કર્યો એટલે તેણે ગામમાંથી તેના મિત્રો અને સગાઓ ને બોલાવ્યા અને બધી વાત કરી.
બધાએ મળી પાવડા વડે માટી કુવા માં નાખવા મંડી. જેવું બળદ ના ધ્યાન માં આ વાત આવી કે આ લોકો શું કરવા માંગે છે એટલે તે વધુ જોર જોર થી ભાભરવા મંડી રોવા લાગ્યો. બધા મળીને ચુપચાપ પાવડા થી માટી નાખતા રહ્યા અને અચાનક કુવા માંથી બળદ નો અવાજ આવતો બંધ થઇ ગયો.
થોડીવાર પછી ખેડૂતે કુવા ની અંદર ડોકિયું કરી ને જોયું તો તે અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયો.
કુવામાં બળદ પર પડતી માટી બળદ પોતાના ઉપરથી ઝાટકી અને માટી થી ઊંચે આવતા ભાગ પર તે ચડી જતો. હવે તો તે ઘણો ઉપર આવી ગયો હતો. થોડી વારે બળદ કુવા ના ઉપરી કિનાર ની નજીક પહોંચી ગયો એટલે તે કૂદકો મારી બહાર નીકળી ભાગી ગયો.
યાદ રાખો કે તમારા જવનમાં પણ ઘણા લોકો આવી રીતે માટી ફેંકાશે, જાત જાતની ગંદકી ફેંકશે અને તે તમારી ઉપર પડશે જેમકે, કોઈ તમને આગળ વધતા રોકવા નક્કામી ટીકાઓ કરશે, કોઈ તમારી સફળતા થી ઈર્ષ્યા પામી કારણ વગરનું ભલુંબૂરું કહેશે, કોઈ તમારા થી આગળ નીકળવા કોઈ પણ હદે જય એવા રસ્તા અપનાવશે કે જેવા તમે ક્યારેય વિચાર્યા પણ ના હોય અને તમારા આદર્શો ની વિરુદ્ધ પણ હોય, આવી અનેક માટી રૂપી મુશ્કેલીઓ તમારી ઉપર પડશે..
આ બધા થી હતોત્સાહ થયા વગર કુવામાં પડ્યા રહી દટાવાને બદલે સાહસ કરી ઉપર પડતી દરેક ગંદકી ને ઝાટકીને તમારી ઉપર થી નીચે પાડીને, તે ગંદકી ને સફળતા ની સીઢી બનાવી તમારા આદર્શો નો ત્યાગ કર્યા વગર તમારા કદમો ને આગળ વધારી ઉંચાઈ તરફ વધતા રહેવાનું છે તો તમે એક દિવસ સફળતા ની ઉંચાઈ ને જરૂર આંબી જશો.