બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વિભૂતિ કોણ?

શ્રી રામકૃષ્ણ પરમહંસ એ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવતા હતા . પરમ તત્વની પ્રાપ્તિ એ શું હશે ? ભગવાન કેવા હશે ? વગેરે વિષયમાં મનમાં જાગ્રત કુતૂહલનું વર્ણન  કરતા તેઓ કહેતા હતા કે ' એક મોટી દિવાલ છે , તેની એક બાજુ સામાન્ય લોકો બાળકોની માફક ખેલકૂદ કરે છે .

કેટલાક લોકોના મનમાં બાળકોની એ રમત જોઈને વિચાર આવે છે કે આમા કોઈ અર્થ નથી  . દિવાલની બીજી તરફ શું છે એ જોવું જોઈએ . એટલે તેઓ તેની ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે , પરંતુ ચઢી શકતા નથી . દિવાલની તે તરફ જોવા માટે એક છિદ્ર છે , પરંતુ તે એટલી ઉંચાઈ પર છે કે તેમાંથી જોઈ ન શકાય . એટલે કેટલાક લોકો પ્રયાસ કરવાનુ છોડી દે છે .

કેટલાક લોકો છલાંગ મારે છે અને એ છિદ્ર માંથી જુએ છે , પરંતુ અધિક ક્ષમતા ન હોવાને કારણે પડી જાય છે . કોઈ વિરલો જ એવો નીકળે છે જે છલાંગ મારીને છિદ્રની બીજી બાજુએ ચાલ્યો જાય છે , પરંતુ પાછો ફરતો નથી , પરંતુ કેટલાક એવા પણ હોય છે કે જે પેલી તરફ ગયા પછી સ્વેચ્છાએ જ છિદ્ર દ્વારા પાછા ફરી ત્યાનાં પરમ સુખ વિશે અહીંના લોકોના હ્રદય માં આકર્ષણ નિર્માણ કરે છે અને તેની પ્રાપ્તિ માટે તેઓને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે . યુગો યુગોથી અલ્પ સંખ્યામા જે અસામાન્ય પુરુષો ઉત્પન્ન થાય છે તેમને માટે જ પાછા ફરવાનું સંભવ હોય છે . પરંતુ તેમના પાછા આવવાથી આપણને મોટો લાભ થાય છે . '