બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસના દર્દીઓનો માત્ર 24 કલાકમાં મળી જશે રિપોર્ટ

અમદાવાદઃ ચીનમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોલોના વાયરસ દુનિયાના અન્ય દેશમાં ફેલાયો છે. ભારતના કેરળમાં 3 જેટલા કેસ મળી આવ્યાં છે. તેમજ શંકાસ્પદ કેસ પણ સામે આવ્યાં છે. ગુજરાતમાં ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓનું નિયમિત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેટલાક શંકાસ્પદ કેસ મળી આવ્યાં હતા. આ દર્દીઓના લોહી સહિતના સેમ્પલ પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ રિપોર્ટ આપવામાં આવ્યાં છે. તમામ સેમ્પલના રિપોર્ટ અત્યાર સુધી નેગેટિવ આવ્યાં છે. પરંતુ હવે શંકાસ્પદ કેસમાં દર્દીઓના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવાની જરૂર નહીં પડે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં ખાસ લેબ ઉભી કરવામાં આવી છે. આ સેમ્પલનો 24 કલાકમાં જ રિપોર્ટ મળી જશે.

કોરોના વાયરસને પગલે ગુજરાતના તમામ એરપોર્ટ અને બંદરો ઉપર સ્કેનર મુકવામાં આવ્યાં છે. તેમજ વિદેશથી આવતા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં જ કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. સરકારે કેરોના વાયરસને પગલે કરેલી કાર્યવાહીથી કેન્દ્રીય ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય ટીમ દ્વારા શંકાસ્પદ દર્દીઓના લોહી સહિતના સેમ્પલ માટે અમદાવાદની બી.જે.મેડિકલને કીટ આપી હતી. જેથી બી.જે.મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું હતું કે, કેરોના વાયરસ શંકાસ્પદ કેસમાં સેમ્પલ બહાર મોકલવાની જરૂર નહીં પડે, ચોવીસ કલાકમાં જ રિપોર્ટ મળી જશે. આ સુવિધા બી.જે.મેડિકલ કોલેજની લેબોરેટરીમાં ઉપલબ્ધ છે. સિવિલ હોસ્ટિલમાં કોરોના વાઈરસનો એકેય કેસ મળ્યો નથી.