બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે ઉદિશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત રીડિંગ સ્કીલ અને પોઝિટિવ એટીટ્યુડ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

તા 29/10/2021 ના રોજ સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે ઉદિશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત રીડિંગ સ્કીલ અને પોઝિટિવ એટીટ્યુડ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં મુખ્ય વક્તા તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોટાપોંઢાના એસોસિયેટ પ્રોફેસર ડો.આશા ગોહિલ દ્વારા સબંધિત વિષય અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વિધાર્થીઓ વાંચન અંગે પ્રેરિત થાય તે માટે ડો. આશા ગોહિલ મેડમ દ્વારા વિધ્યાર્થીઓને વિવિધ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં કુલ 127 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉદીશા/પ્લેસમેન્ટફેર ના કોર્ડીનેટર અધ્યાપક શ્રી દિપકકુમાર વી. પટેલ, કો- કોર્ડીનેટર ડો. મેઘના ધારણે તથા સ્ટાફ મિત્રો ના સહયોગથી કોલેજના આચાર્યશ્રી ડો. ડી. એન. દેવરી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.