બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હું મટી જઈશ પણ ઝુકીશ નહીં: હાર્દિક પટેલ

ગઈ કાલે જ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી, જેમાં હાર્દિક ના પત્ની, અલ્પેશ કાથીરિયા, દિનેશ બાંભણીયા, ગીતા પટેલ, ધાર્મિક માલવીયા, જયેશ પટેલ, તેમજ ગુજરાતના તમામ જિલ્લાના કન્વીનરો હાજર રહ્યા હતા. ત્યારે આજે હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને સરકાર ને ખુલ્લી ચીમકી આપી હતી.



પાટીદાર અનામત આંદોલન સમિતિ તેમજ કોંગ્રેસના યુવા નેતા છેલ્લા ૧૮ દિવસથી ગાયબ છે ત્યારે હાર્દિકના પત્નીએ પણ કહ્યું હતું કે હાર્દિક ના જીવને જોખમ છે. ૧૮ દિવસથી ગાયબ હાર્દિકે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં ગુજરાત પોલીસે મારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષમાં મારી ઘણા બધા કેસોમાં ધરપકડ થઈ છે, ત્યારે આ કેસમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને મેં ગુજરાત પોલીસને મારી વિરુદ્ધના કેસો વિશે માહિતી માંગી હતી, ત્યારે તેમાં અન્ય તમામ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


પરંતુ આ કેસનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એકપણ વખત મને નોટિસ મળી નથી. પંદર દિવસ પહેલા અચાનક પોલીસ મારી અટકાયત કરવા માટે મારા ઘરે આવી હતી, પરંતુ હું ઘરે ન હતો. આ કેસમાં મારા આગોતરા જમીનની પ્રક્રિયા હાઇકોર્ટમાં ચાલી રહી છે. જલ્દી મળીશું. ભારત મતાકી જય.