બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા: વીમા પોલીસીમાં નાણાં રોકાવી છેતરપીંડી આચરનારી યૂપી-બિહારની ઠગ ટોળકીના 4 સભ્યો સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાયા.

ગોધરા,

   મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરાવીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 44,75,178 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા બિહાર- યુપીની ઠગ ગેંગના ચાર જેટલા ઈસમોની ધરપકડ કરીને દસ લાખ રૂપિયા તેમજ લેપટોપ તેમજ મોબાઈલ સહીતના મુદ્દામાલ જપ્ત કરીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસ  પાસેથી મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રતનકુવા ગામમાં રહેતા રમણલાલ ધુળાભાઈ પટેલ શિક્ષક તરીકેની નોકરીમાંથી નિવૃતિ બાદ પોતાના પરિવાર સાથે જીવન ગુજારે છે. તેમને એક ખાનગી લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીમાંથી વીમા પોલીસી લીધી હતી.જેનુ બોનસ આપવાના બહાને અજાણ્યા ઈસમોએ અલગ અલગ છ જેટલી વીમાં કંપનીઓની પોલીસીમાં રૂપિયા 28, 97,614  લાખનુ રોકાણ કરાવ્યુ હતૂ.વધુમાં નાણા પરત આપવાના બહાને અલગ અલગ મોબાઈલ નંબરોથી વાતચીત કરીને વિશ્વાસમા લઈને વધુ વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ એકાઉન્ટ નંબરો મોકલી આપીને 44,75,178  લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઈન તથા બેંકસ્લીપથી ટ્રાન્સફર કરાવી લઇને છેતરપિંડી આચરી હતી.આ મામલે શિક્ષક દ્વારા ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવામા આવી હતી.


જેમા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામા આવતા છેતરપીંડી આચરનારા આરોપીઓ દિલ્લી તથા નોઈડાના હોવાનુ જણાઈ આવતા પીઆઈ જે.એન.પરમાર તથા પોલીસની ટીમ ગાજીયાબાદ ખાતે જઈને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (1) સચીન તારાચંદ રહે ગાજીયાબાદ યુપી,(2) દાનીશ શાબ રફફન ખા  (3) સંકેત કુમાર જીતેન્દ્રસિંહ રહે, જમસિકરી બિહાર (4) સચીન જે ભગવાન રહે દિલ્લી,ની ધરપકડ કરી  તેમની પાસેથી દસ લાખ જેટલી રકમ,લેપટોપ, અને મોબાઈલફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- ઠગ ટોળકી કેવી રીતે ગુનાને આપતી અંજામ જાણો.

છેતરપિંડીના ગુના હેઠળ પકડાયેલા યુપી-બિહારના . આરોપીઓ નોઇડા સેકટર- 63 ખાતે ઓફીસ ભાડે રાખી હતી.જસ્ટ ડાયલ ડેટા વેન્ડર પાસેથી વીમા પોલીસી લીધેલા ગ્રાહકોના ડેટા મેળવીને તે ડેટા આધારે જે ગ્રાહકોની પોલીસી બંધ થઇ ગઈ હતી. તેવા ગ્રાહકોને વોઇસ ચેન્જર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી યુવતી તથા યુવકના અવાજમાં અલગ- અલગ નામો આપતા હતા.જે કંપનીમાંથી વીમા પોલીસી લીધેલી હોય તે કંપનીમાંથી મેનેજર કે એકાઉન્ટન્ટ બોલુ છૂં.તેમ જણાવી વિશ્વાસમાં લઇને વધુ વળતર આપવાની લાલચ આપી જે તે કંપનીના નામે મિનીસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો લેટરમાં તેનું નામ એડ કરી કંપનીના જેવો લેટર તૈયાર કરી મોકલી આપી, પ્રોસેસ ફી નામે તેઓએ આપેલા બેંક એકાઉન્ટોમાં ગ્રાહક પાસેથી ઓનલાઇન તથા બેંકમાં મોકલી નાંણા ટ્રાન્સફર કરાવડાવી, તેઓના બેંક એકાઉન્ટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં નાંણા ટ્રાન્સફર કરી ચેક વિડ્રોલથી ઉપાડી લઇ ગુન્હાને અંજામ આપતા હતા.