દિલ્હીના દીલમાં વસનારા કેજરીવાલ પર ગુજરાતમાં થયો હતો હુમલો... જાણો શું હતો સમગ્ર મામલો
ત્રીજી વખત દિલ્હીની ગાદી પર બેસનારા કેજરીવાલની પહેલી ગુજરાત મુલાકાતમાં થયો હતો ખરાબ અનુભવ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ફરી એક વખત અરવિંદ કેજરીવાલે પ્રચંડ બહુમત હાંસલ કરી છે.. તેની સાથે જ તેની કટ્ટર હરીફ ગણાતી પાર્ટી ભાજપની શરમજનક હાર થઈ છે.. તો કોંગ્રેસના ફાળે ફરી એક વખત એક પણ બેઠક આવી નથી કેજરીવાલની આંધીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.. હવે સતત ત્રીજી વખત દિલ્હીની ગાદી પર બિરાજનાર અરવિંદ કેજરીવાલ ફરી પાંચ વર્ષ માટે દિલ્હીનું સુકાન સંભાળશે અને ભાજપને વિપક્ષમાં બેસવું પડશે.. આજ ભાજપે એક સમયે કેજરીવાલને ભાગેડુ કહ્યાં, તેમને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી... આજથી 6 વર્ષ પહેલાં વર્ષ 2014, જ્યારે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો..
ત્યારે 5 થી 8 માર્ચ એમ કુલ ચાર દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં.. ગુજરાતમાં ભાજપના વિકાસ મોડલને નિહાળવા માટે કેજરીવાલે ગુજરાત મુલાકાતનો પ્રવાસ ઘડ્યો હતો... ત્યારે પાટણ અને ભરૂચમાં તેમને કડવા અનુભવો થયાં હતાં.. ભરૂચના ખરોડીમાં અરવિંદ કેજરીવાલના કાફલા સામે ન કે, કાળા વાવટા ફરકાવવામાં આવ્યાં હતાં પરંતુ તેમના કાફલા પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.. આ હુમલામાં અરવિંદ કેજરીવાલની કારનો કાચ તૂટી ગયો હતો.. ત્યારે અરવિંદ કેજરીવાલે આ સમગ્ર ઘટના ભાજપ પ્રેરીત હોવાની ગણાવી હતી.. કેજરીવાલે આ ઘટનાને લઈને ગુજરાત પોલીસ પર પણ આરોપ લગાવતા પોલીસને મુકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત વિકાસના દાવાના પડકારતા કેજરીવાલે ત્યારે કહ્યું હતું કે, અમારી ગુજરાત મુલાકાત દરમિાયન ભાજપ સરકારના દાવા તદ્દન વિરોધી ભાસી જણાયા છે.. કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેંચાણ થઈ રહ્યું છે.. સરકારી ઓફિસોમાં વગર પૈસે કોઈ કામ થતું નથી.. શિક્ષણની વ્યવસ્થા અયોગ્ય છે.. પુરતી વીજળી નથી મળતી.. ખેડૂતોની સ્થિતિ દયનીય છે.. કેજરીવાલની એ સમયની ગુજરાત મુલાકાત ભાજપને રીતસર ખુંચી હતી..