બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ધરમપુર બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જીવાભાઈ આહીર પેનલ નો ભવ્ય વિજય

ધરમપુરની બજાર સમિતિની યોજાયેલી સામાન્ય ચુંટણીમાં જીવાભાઈ આહીરની પેનલ વિજયી થયી હતી. આજે યોજાયેલી ખેડૂત મત વિભાગની ચુંટણી મત ગણતરીમાં દસ સભ્યો વિજયી થયા હતા જેમાં કોઞેસ ના મહામંત્રી કિશોરભાઈ જાદવ ની પેનલના પરાજય થયો છે  આ પૂર્વે વેપારી વિભાગમાં જયેશભાઇ દળવી, કલ્પેશ ભાનુશાલી, હરદીપસિંહ રાવલજી, હરીશસિંહ સોલંકી જ્યારે સહકારી મંડળીઓના મત વિભાગમાં જીવાભાઇ આહીર અને ભોયા માહરુભાઈ કાળુભાઈ બિનહરીફ જાહેર થયા હતા. 


આમ એક વાર ફરી ભાજપના અગ્રણી જીવાભાઈ આહીરની ભાજપ પ્રેરિત પેનલે સ્પષ્ટ બહુમતી સાથે ક્લીન સ્વીપ કરી બજાર સમિતિ કબ્જે કરી હતી.જોકે સતત ચોથીવાર ભાજપના જીવા આહીર ની પેનલ એપીએમસી માકૅટમા ચૂંટણીમાં ચુટાઈ આવતાં આ વિસ્તાર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા રાજયના મંત્રી જીતુભાઇ ચોધરી તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ભાજપના પમુખ સીઆર પાટીલે અભિનંદન પાઠયા હતાં