બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જાણો.. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની લવસ્ટોરી, કઈક આ રીતે મુકેશ અંબાણીએ કર્યું હતું પ્રપોઝ

તમે અનિલ અંબાણી અને ટીના અંબાણીના પ્રેમના કિસ્સા સાંભળ્યા હશે. અનિલના પિતા ધીરુભાઈ અંબાણી શરૂઆતમાં આ લગ્ન વિરુદ્ધ હતા પરંતુ અનિલે ગમે તે રીતે તેમને મનાવી લીધા હતા. પરંતુ તમે ધીરુભાઈના મોટા પુત્ર મુકેશ અંબાણીના પ્રેમ વિષે નહિ જાણતા હોય. મુકેશના લગ્ન નીતા અંબાણી સાથે થયા પરંતુ નીતાની પસંદગી મુકેશે નહિ પરંતુ તેમના પિતા ધીરુભાઈએ કરી હતી. મુકેશ અને Nita Ambani ની પ્રેમ કહાની કોઈ ફિલ્મી કહાની કરતા ઓછી નથી. તેમની આ જોડી આજે પણ યુવાઓને પ્રેરણા આપે છે.



નીતા અંબાણી એક ગુજરાતી પરિવારની છે. નીતાના પરિવારમાં સંગીત અને શાસ્ત્રીય નૃત્યને ઘણું પસંદ કરવામાં આવતું હતું અને તેના પરિવારમાં સંગીત અને નૃત્ય ઘણું મહત્વ ધરાવે છે. નીતાની માતા એક પ્રખ્યાત ગુજરાતી લોકનર્તકી હતા.

નીતા જયારે માત્ર આઠ વર્ષની હતી, ત્યારથી તેમની માતાએ તેને નૃત્ય શીખવાડવાનું શરુ કર્યું હતું. નીતાએ બાળપણથી નૃત્યમાં ઊંડી રુચિ બતાવવાનું શરુ કરી દીધું હતું અને જોતજોતામાં તે ભરતનાટ્યમની એક કુશળ નૃત્યાંગના બની ગઈ છે.



નીતા ગુજરાતભરમાં અલગ-અલગ સમારોહમાં ભરતનાટ્યમ પ્રસ્તુત કરતી હતી. એક એવા જ કાર્યક્રમમાં ધીરુભાઈએ નીતાને ભરતનાટ્યમ કરતા જોઈ હતી. નીતાના આ મંત્રમુગ્ધ કરનાર નૃત્યથી ધીરુભાઈ ઘણા પ્રભાવિત થયા હતા. ધીરુભાઈએ જોયું કે, નીતા માત્ર શાનદાર નૃત્ય જ નહોતી કરી રહી પરંતુ સાથે તેના સૌન્દર્યમાં ભારતીય પરંપરાની ઝલક છે.

ધીરુભાઈએ નીતાના આ નૃત્યને બિડલા માતોશ્રીમાં જોયું હતું. નીતાએ જયારે પોતાનું નૃત્ય સમાપ્ત કર્યું તો ધીરુભાઈએ કાર્યક્રમના આયોજક પાસેથી નીતા વિષે જાણકારી મેળવી. આટલું જ નહિ, ધીરુભાઈએ નીતાનો ટેલીફોન નંબર લીધો અને તેની સાથે જોડાયેલ ઘણી વિગત સાથે લઇ ગયા.



બીજા દિવસે ધીરુભાઈએ નીતાના ઘરે ફોન કર્યો ત્યારે દિલચસ્પ વાત એ હતી કે, ફોન ખુદ નીતાએ જ ઉપાડ્યો હતો. નીતાએ જયારે સાંભળ્યું કે, ફોન કરનાર પોતાને ધીરુભાઈ અંબાણી કહી રહ્યા હતા અને તે વાત કરવા ઈચ્છે છે તો કઈ જ વિચાર્યા વગર તેણે કહ્યું કે, તે કોઈ બીજું નહિ પરંતુ એલીઝાબેથ ટેલર બોલી રહી છે. ત્યારે નીતાને એવું લાગ્યું કે, કોઈ તેને હેરાન કરી રહ્યું છે તો તેને ફોન કટ કરી દીધો. નીતાએ વિચાર્યું કે, ભારતના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ તેને કેમ ફોન કરે અને તેની સાથે વાત કરવા કેમ ઈચ્છે છે?

ધીરુભાઈએ ફરીથી ફોન કર્યો પરંતુ આ વખતે નીતાના પિતાએ ફોન ઉઠાવ્યો અને તે ધીરુભાઈનો અવાજ ઓળખી ગયા. નીતાના પિતાએ નીતાએ કહ્યું કે, તે ધીરુભાઈને જઈને મળે.

પિતાના આદેશ બાદ નીતા ધીરુભાઈને મળવા માટે તૈયાર થઇ ગઈ. ધીરુભાઈએ પોતાના કાર્યાલયમાં નીતાને ખાવાનું બનાવવા, તેમની આદતો, શિક્ષા સહીત ઘણી વસ્તુઓ વિષે પૂછ્યું.



ત્યારબાદ ધીરુભાઈએ તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ધીરુભાઈએ સ્પષ્ટ રૂપે કહ્યું કે, તે નીતાને મુકેશની પત્ની તરીકે જોવા ઈચ્છે છે. ધીરુભાઈએ કહ્યું કે, નીતાએ ઘરે આવીને મુકેશને મળવું જોઈએ.

આ વિષે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નીતા ધીરુભાઈના ઘરે ગઈ. નીતા જયારે ત્યાં પહોચી તો મુકેશે ઘરનો દરવાજો ખોલ્યો. મુકેશ નીતાને જોતા જ ઓળખી ગયો કેમકે ધીરુભાઈ હંમેશા તેમની સાથે નીતાની વાત કરતા હતા. મુકેશ અને નીતાએ એક-બીજા સાથે વાતચીત કરી અને બીજે ક્યાંય મળવા માટે તૈયાર થયા.

પોતાની પ્રથમ મુલાકાત બાદ મુકેશ અને નીતા એકબીજાને ડેટ કરવા લાગ્યા. જો કે, નીતા શરૂઆતમાં પોતાના આ સબંધને લઈને થોડી મૂંઝવણમાં હતી. નીતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતી હતી. તે ધીરુભાઈના નિર્ણય વિષે જાણતી હતી પરંતુ તે પોતાના અભ્યાસ માટે થોડો વધુ સમય ઈચ્છતા હતા.



એક દિવસ જયારે મુકેશ અને નીતા કારમાં પોદ્દાર રોડ પર જી રહ્યા હતા. ત્યાં રેડ સિગ્નલ જોઇને મુકેશે પોતાની કાર રોકી દીધી. સિગ્નલ ગ્રીન થયા બાદ પણ મુકેશે પોતાની કાર સ્ટાર્ટ ન કરી. તો નીતાએ મુકેશને કાર સ્ટાર્ટ કરવાનું કહ્યું કેમકે ત્યાં ટ્રાફિક જામ થઇ શકે તેમ હતો.

ત્યારે મુકેશ અંબાણીએ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, શું તુ મારી સાથે લગ્ન કરીશ? પછી મુકેશે કહ્યું કે, હું જવાબ સાંભળ્યા પછી જ કાર સ્ટાર્ટ કરીશ. હવે નીતા સામે કોઈ વિકલ્પ નહોતો અને તેણે લગ્ન માટે હા પાડી દીધી.