દેવ દિવાળી જાણો દેવતાઓ દિવાળી શામાટે મનાવે છે?
દેવ દીપાવલી એ દેવતાઓની દિવાળી છે. આ દિવસે કૃતિકા નક્ષત્રમાં પૂર્ણિમા હોય છે. એટલા માટે આ દિવસને કારતકી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને હિંદુઓ દેવ દિવાળી, ત્રિપુરારી પૂર્ણિમા, કારતકી પૂર્ણિમા, પ્રકાશ પર્વ અને શીખો કટાશ પર્વ અથવા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે.
આ દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કર્યા પછી દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે ગંગા સ્નાનનું મહત્વ વધુ છે. જો ગંગામાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાના જળમાં ઘરગથ્થુ પાણી ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
Nandhinikandhaswamy, image compressed and resized, Source licensed CC BY-SA4.0 By Jeeteshvaishya, image compressed and resized, Source is licensed CC BY-SA 3.0 By Antrabhardwaj2, image compressed and resized, Source is licensed under CCBY-SA 4.0
દેવ દીપાવલીમાં , સૌ પ્રથમ, ભગવાન ગણેશ માટે ફૂલોનું આસન બનાવીને મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન ગણેશને પંચામૃત અને ગંગા જળથી સ્નાન કરવામાં આવે છે. દીવો પ્રગટાવ્યા પછી ધૂપ,અગરબત્તી, અબીલ, ગુલાલ અને સિંદૂર લગાવવામાં આવે છે. દુર્વાનો નૈવેધ, જાસુદના ફૂલ અને લાડુ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે.
દેવ દીપાવલીના દિવસે મહાદેવજી એ તારકાસુરના વંશનો વધ કરીને દેવતાઓને તેમની પાસેથી મુક્ત કર્યા હતા. તેથી જ મહાદેવજીની પણ પૂજા કરવામાં આવે છે. મહાદેવના શિવલિંગને ગંગાજળથી અભિષેક કર્યા પછી, અગરબત્તી પ્રગટાવીને બીલીપત્ર અને અબીલ ગુલાલ અર્પણ કરવામાં આવે છે. તે પછી નૈવેદ સમર્પિત કરે છે.
દીવ દિવાળી એ વિષ્ણુજી ના પ્રતિક એવા શાલિગ્રામ અને તુલસીજી ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી તેમની પૂજામાં સ્થાપના કરવામાં આવે છે. નવા પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે. અબીલ, ગુલાલ અને પીળા ફૂલ અર્પણ કરી, અગરબત્તી કરવા માં આવે છે. તુલસી પાન, આમળા અને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે.
આ રીતે શ્રી ગણપતિજી, મહાદેવજી, વિષ્ણુજી અને તુલસીજીની સ્થાપના કર્યા બાદ દરેકની આરતી કરવામાં આવે છે. આ દિવસે સવારે અને સાંજે બે વખત તુલસીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દીવાનું દાન કરવાનું વધુ મહત્વ છે. પાંચ દીવાનું દાન કરવામાં આવે છે.
દેવ દીપાવલીનું પ્રથમ દીપ દાન, નદીમાં સ્નાન કર્યા પછી, નદી ને કરવામાં આવે છે. કહેવાય છે કે તેના થી કુંભમાં સ્નાન કરવા તેના થી પુણ્ય મળે છે. બીજુ દીપ દાન મંદિરમાં દેવતાને કરવામાં આવે છે. ત્રીજું દીપદાન પીપળના ઝાડ નીચે કરવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, ચોથું દીપદાન તુલસીજી ને કરવાથી ઘરમાં દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે. પાંચમોદીપક અથવા દીપ ઘરના તમામ લોકો ના માથે થી ઊંધો ઉતારી ચોકડી પર મૂકી દેવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મકતા Dashashwamegh Ghat, Varanasi
દેવ દીપાવલીની સૌથી મોટી ઉજવણી ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં દશાશ્વમેધ ઘાટ પર થાય છે. તે દિવસે સમગ્ર ગંગા ઘાટ પર દીપમાળ પ્રગટાવવામાં આવે છે. ગંગાજીની 12 ફૂટ ઊંચી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. આ દિવસે ગંગા નદીને માતાનું સન્માન આપવામાં આવે છે. દેશ ના વિવિધ ભાગો માંથી સંખ્યાબંધ લોકો કાર્તિક માહ નું સ્નાન કરવાગંગા નદી માં પવિત્ર સ્નાન કરવા આવે છે.
દેવ દીપાવલીના દિવસે સાંજે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરવામાં આવે છે. દૂર-દૂરથી લોકો આરતીમાં હાજરી આપવા આવે છે. ઘાટ ઉપર દીપમાળ પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો વાંસનો મંડપ બનાવીને આકાશ દીવો પણ કરે છે. આ દિવસે ઘાટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્ય, ગણેશ વંદના અને રામાયણનું પઠન પણ કરવામાં આવે છે. ઘાટો પર પ્રજ્વલિત દીપમાળા અને મંડપ બાંધી ને પ્રગટાવેલા આકાશ દીવા જોતાં પૃથ્વી સ્વર્ગ જેવી લાગે છે.
દેવ દિવાળી ક્યારે છે?
દેવ દીપાવલી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. જે આ વર્ષે શુક્રવાર, 19 નવેમ્બર 2021 ના રોજ આવે છે.
દેવ દીપાવલી સંબંધિત પૌરાણિક કથાઓ
શિવપુરાણ અનુસાર મહાદેવના પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. તેથી, તારકાસુરના ત્રણ પુત્રો, તારકક્ષ, કમલાક્ષ અને વિધુનવલી, એ બ્રહ્માની કઠોર તપસ્યા કરી. આ સાથે વિશ્વકર્માએ ત્રિધાતુ વિમાનો બનાવ્યા. આ વિમાનમાં બેસીને તારકાસુર નાં ત્રણે પુત્રોએ, ત્રણે લોક માં હાહાકાર મચાવી દીધો.. દેવતાઓને હરાવીને તે પોતે વેદ અને ઉપનિષદના સ્વામી બન્યા. પોતે હવન પૂજા કરવા લાગ્યા.
પછી બધા દેવતાઓ ઉપાય માટે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ એક માયાવી માણસને બનાવ્યો અને તેને રાક્ષસોની વચ્ચે મોકલ્યો. તે માયાવીએ અસુરોને હવન પૂજામાંથી મુક્તિ મેળવવા સમજાવ્યું કે આ બધું મિથ્યા છે. આ હવન, પૂજા, વેદ પુરાણથી કોઈ ફાયદો થતો નથી. સ્વર્ગ નરક જેવું કંઈ નથી. તમારા સારા સમયનો આનંદ માણો, તે જ જીવન છે. આનંદ પ્રમોદ, વ્યસન, નૃત્ય, ગણિકા, આ બધામાં આનંદ છે. મજા એ વાસ્તવિક જીવન છે. આમ અસુરો ભોગ વિલાશ દ્વારા નબળા પડી ગયા.
ત્યારબાદ કારતક પૂનમના દિવસે મહાદેવજીએ તક જોઈને ત્રણેયને એક જ ઝાટકે મારી નાખ્યા. આ રીતે મહાદેવજીએ તારકાસુરના વંશનો અંત આણ્યો. દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું મળ્યું અને આ આનંદમાં દેવતાઓએ દીપ પ્રગટાવીને દીપાવલીની ઉજવણી કરી. ત્યારથી આજદિન સુધી પૃથ્વીવાસીઓએ પણ આ દિવસને દેવતાઓ સાથે દેવ દીપાવલી તરીકે ઉજવવાનું શરૂ કર્યું.
વિષ્ણુ અને તુલસીની વાર્તા
શંખચુડ નામનો એક અસુર હતો. રાક્ષસ હોવા છતાં તે રાજ્યમાં પ્રજા સુખી હતી. શંખચૂડ અસુર પુષ્કર ગયા અને બ્રહ્માને પ્રસન્ન કરવા હજારો વર્ષો સુધી તપસ્યા કરી. શંખચૂડની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને વરદાન માગવાનું કહ્યું. ત્યારે શંખચુડે કહ્યું કે મને કોઈ ભગવાન હરાવી નહીં શકે, મને એવું વરદાન આપો. બ્રહ્માજીએ 'તથાસ્તુઃ' કહીને વરદાન આપ્યું અને દેવતાથી તેમની રક્ષા માટે શ્રી કૃષ્ણ કવચ આપ્યું. જે હંમેશા ગળામાં પહેરવાનું કહ્યું હતું. આમ બ્રહ્માના વરદાનથી શંખચુડ અજેય બની ગયું. બ્રહ્માજીના કહેવા પર જ શંખચુડે વૃંદાજી સાથે લગ્ન કર્યા. જે વિષ્ણુના ભક્ત હતા.
બ્રહ્માજી પાસેથી દેવતાઓથી અજેય બનવાનું વરદાન મળતાં, શંખચૂડે સ્વર્ગ પર હુમલો કર્યો અને દેવતાઓને હરાવ્યા. તેથી દેવતાઓ પોતાની રક્ષા માટે મહાદેવજી પાસે ગયા. ઘણા વર્ષો સુધી લડ્યા પછી પણ મહાદેવજી શંખચૂડને હરાવી શક્યા નહીં કારણ કે તેમને બ્રહ્માજી દ્વારા કૃષ્ણ કવચ આપવામાં આવ્યું હતું અને બીજી શક્તિ તેમની પત્ની વૃંદાજીની પવિત્રતા હતી. જ્યારે મહાદેવજી પણ તેમને હરાવી ન શક્યા ત્યારે બધા દેવો વિષ્ણુ પાસે ગયા.
વિષ્ણુએ પોતાની શક્તિથી જોયું કે બ્રહ્માએ આપેલા કવચ ના બખ્તર થી અને વૃંદાજીની પવિત્રતાને હટાવ્યા વિના શંખચૂડને મારવો અશક્ય છે. પછી વિષ્ણુજીએ કપટનો આશરો લીધો. તે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શંખચૂડ પાસેથી ભિક્ષા લેવા ગયો. જ્યારે શંખચુડે બ્રાહ્મણના રૂપમાં આવેલા વિષ્ણુને ભિક્ષા માંગવા કહ્યું. ત્યારે વિષ્ણુએ કવચ માંગી લીધું. ત્યારે મહાદેવજીએ શંખચુડ સાથે યુદ્ધ કર્યું. પણ આ વખતે તુલસીજીની પવિત્રતા શંખચુડનું બખ્તર બની ગઈ. તેથી જ મહાદેવજી શંખચુડને હરાવી શક્યા નહીં.
વિષ્ણુજીએ ફરીથી છેતરપિંડી કરી. આ વખતે વિષ્ણુ પોતે શંખચૂડના રૂપમાં વૃંદાજી પાસે ગયા. વૃંદાજીને કહ્યું કે તેઓ દેવતાને હરાવીને વિજયી બન્યા છે. આ ખુશી ના સમા ચાર સાંભળી ને શંખચૂડ ના રૂપ માં આવેલા વિષ્ણ જીને ભેટી પડી. વિષ્ણુએ વૃંદાજીની પવિત્રતા ખંડિત કરી નાખી. જેના કારણે મહાદેવજી શંખચુડનો વધ કરી શક્યા. પણ વૃંદાજીએ પોતાના પતિના સ્પર્શનો ભેદ પારખી લીધો. તે સમજી ગયા કે, વિષ્ણુજી એ તેમની સાથે દગો કર્યો છે. તેને છેતરવામાં આવી છે, તેણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે જૂઠું બોલી ને મારી પવિત્રતા ખંડિત કરી છે માટે હું તમને શ્રાપ આપું છું તમે પણ પથ્થર નાં બની જશો.
સતીનો શ્રાપ સાંભળીને દેવતાઓમાં ભય ફેલાયો. બધા દેવતાઓ, બ્રહ્માજી અને મહાદેવજી એ વૃંદાજીને સમજાવ્યું કે, તમારા શ્રાપથી સમગ્ર સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જશે અને સર્વનાશ આવશે. ત્યારે વૃંદાજીએ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો અને પતિ સાથે સતી થઈ. તેમની રાખમાંથી એક છોડનો જન્મ થયો જેનું નામ તુલસી આપવા માં આવ્યું.. ભગવાન વિષ્ણુએ પણ સતીના શ્રાપને ધ્યાનમાં રાખીને પાષાણના શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું .
ત્યારથી તુલસી અને શાલિગ્રામના લગ્નની પરંપરા શરૂ થઈ. કારતકી ૧૧ ના રોજ "દેવ ઊઠી અગિયારસ" ના દિવસે વિષ્ણુ જી ના ઊઠતાં સાથે જ શાલિગ્રામ અને તુલસીજીના લગ્ન કરાવવા માં આવે છે.. કારતકી પૂનમ પર, તુલસીજી, વિષ્ણુના પથ્થર સ્વરૂપ શાલિગ્રામ સાથે સ્વર્ગમાં આવે છે. આ આનંદ માં દેવતાઓ સ્વર્ગમાં દીવાઓ પ્રગટાવીને બંનેનું સ્વાગત કરે છે. જે દેવ દીપાવલી તરીકે ઓળખાય છે.