બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માં ઉપર એક સુંદર રચના

મને ઉછેરવામાં જેની જીંદગી ખર્ચાઈ ગઈ, 
મને ઉંઘાડવામાં જેની ઉંઘ હરાઈ ગઈ. 
મને ખવડાવવામાં પોતાની ભૂખ પણ ભૂલી ગઈ,
એ''મા'' ની કિંમત મને હવે સમજાઈ ગઈ.


જેને આખી રાત જાગી 

આપણા જીવતરને અજવાળ્યું  છે, 

એ''મા'' ને આપણે  
ઘરડાઘરનો દરવાજો બતાવ્યો છે. 
દેખાદેખીનો તો એવો અજબ પ્રવાહ ચાલ્યો છે,
માત્ર માતૃ દિવસે જ ''મા'' નો ફોટો 
''સ્ટેટસ'' ઉપર ચડાવ્યો છે.

તું જીંદગી છે મારી, તારા વગર અસ્તિત્વ નથી માંરુ,
એક સુંદર સ્ત્રી ના મોહમાં કદિ તને નહીં નકારુ. 
હે જનની..! વિશ્વાસ રાખજે તારા દિકરા પર, 
જીંદગીમાં તારું સ્થાન કદિ કોઈને નહિં આપુ.


ઘણો વિસ્તૃત અર્થ છે ''મા'' શબ્દનો,
પણ લખવા ''ભીષ્મ'' સમર્થ નથી. 
યમરાજ ભલે સ્વયં આવે તને લેવા,
મને છોડીને તુ ક્યાંય જતી નહિ,

                                   

                          તપોવની ભીષ્મ બ્રહ્મભટ્ટ