બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હું રહું ના રહું, પણ વૃક્ષો વાવીને લોકોનાં શ્વાસમાં જરૂર રહીશઃ સુરૂચી

બ્રેઈન ટ્યૂમરનાં અંતિમ સ્ટેજ પર પહોંચેલી સુરૂચીની વાયુ પ્રદૂષણ સામે જંગ

સુરતની સુરૂચી વડાલિયા બ્રેઈન ટ્યૂમર (મગજની ગાંઠ)ના અંતિમ સ્ટેજ પર છે.. જીવનના આ પડાવમાં તે આવનારી પેઢીઓ માટે કેન્સરથી બચવા માટે વૃક્ષારોપણ કરી રહી છે.. તે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વૃક્ષો વાવી ચુકી છે.. કેન્સરના કારણોમાંથી વાય પ્રદૂષણ પણ મુખ્ય કારણ છે, તેને અટકાવવું તે તેની પહેલનું લક્ષ્ય છે.. પ્રદૂષણ ઘટાડવાની આ ઝુંબેશમાં તેની સાથે અન્ય લોકો પણ જોડાઈ રહ્યાં છે.. 



આવી રીતે થઈ શરૂઆત
સુરૂચીને એક દિવસ માથામાં ખુબજ દુખાવો થયો અને પછી ડોક્ટરોને બતાવ્યા બાદ ખબર પડી કે, તેને અંતિમ સ્ટેજનું બ્રેઈન ટ્યૂમર છે.. સારવાર દરમિયાન તબીયત સુધરવાને બદલે વધુ ખરાબ થવા લાગી... નવરાશના સમયમાં સુરૂચી પોતાના નહીં પરંતુ અન્યની જિંદગીને બચાવવા માટે એક પહેલ શરૂ કરી. સુરૂચીનું કહેવું છે કે, ભલે કેન્સરનો ઈલાજ સંભવ નથી. પરંતુ આ બીમારીનાં કારણોને તો અટકાવવાના પ્રયાસ કરાઈ શકે છે..  સુરૂચીએ વાયૂ પ્રદૂષણ સામે પોતાની જંગ શરૂ કરી દીધી.. બે વર્ષની અંદર તેને લગભગ 30 હજાર વૃક્ષોનું રોપણ કર્યું.. તેનું કહેવું છે કે, ખબર નહીં હું કેટલાં દિવસ સુધી જીવીત રહીશ પરંતુ વૃક્ષો વાવીને લોકોનાં શ્વાસમાં જરૂર રહીશ,.. 



સુરૂચીની 36 વખત થઈ કિમોથેરેપી
બીમારીની જાણ થતાં જ તેણે અનેક વાર તપાસ કરાવી હતી પરંતુ દરેક તબીબે એજ જવાબ આપ્યો જે સુરૂચી અને તેના પરિવાર માટે દર્દનાક હતો.. સારવાર દરમિયાન અત્યાર સુધીમાં સુરૂચીની 36 વખત કિમોથેરેપી અને તેટલીજ રેડિયેશન થેરેપી થઈ ચુકી છે.. તેને દરરોજ ઘણી બધી દવાઓ લેવી પડી રહી છે.. એક સમયે સોહામણી અને લાંબા વાળ રાખનારી સુરૂચીના માથા પર કીમોથેરેપીના કારણે હવે વાળ પણ નથી રહ્યાં પરંતુ તેના સાહસને જોઈને લોકોને પ્રેરણા મળી રહી છે અને લોકો તેની ઝુંબેશમાં પણ જોડાઈ રહ્યાં છે.. 



જિંદગી સાથે જજૂમનારી હિંમતવાન સુરૂચી ખરા અર્થમાં 'મર્દાની'
સુરૂચી વધુમાં વધુ સમય લોકોને વાયુ પ્રદૂષણના ખતરાથી સાવચેત કરે છે.. તે ઘણીવાર ગામડાઓ અને શાળાઓમાં જઈને લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહન આપે છે... તેમનું માનવું છે કે, માત્ર વૃક્ષો વાવીને વાયૂ પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય છે.. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરની એક NGO હાર્ટ એટ વર્કે કેટલાંક સમય પહેલાં ક્લીન ઈન્ડિયા., ગ્રીન ઈન્ડિયા., અભિયાનની શરૂઆત કરી હતી. આ સંસ્થાએ એક વખતમાં 2.500 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.. જ્યારે આ એનજીઓને જાણ થઈ કે, સુરૂચીની અંતિમ ઈચ્છા વધુમાં વધુ વૃક્ષો વાવવાની છે તો તેમણે સુરૂચીને પોતાનાં NGO માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લીધા. સુરૂચીની તબીયતને જોતા તબીબોએ તેમને વધુ ચાલવામાં અને મુસાફરી કરવામાં સાવધાની રાખવાનું કહ્યું હતું, પરંતુ તેણે સંસ્થાનાં લોકો સાથે વૃક્ષો વાવવાનું અભિયાન રોકાવા ન દીધું.. જિંદગી સાથે જજૂમનારી હિંમતવાન સુરૂચી ખરા અર્થમાં મર્દાની છે અને તે બદલ તેને સો સો સલામ...