બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ધરમપુર બામટી જલારામ મંદિરે 222 મી જલારામ જયંતિ ની કરાઈ ભવ્ય ઉજવણી

ધરમપુર ના બામટી ગામે આવેલા સંત જલારામ બાપાના મંદિરે 222 મી જન્મ જયંતિ ની કરાઈ ભવ્ય ઉજવણી આ નિમિત્તે રક્તદાન શિબિર નું પણ આયોજન કરવમાં આવ્યું હતું ધરમપુર નજીકમાં આવેલા બામટી ગામે સુપ્રસિદ્ધ જલારામ બાપા ના મંદિરે આજે જલારામ બાપા ની ૨૨૦ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કથામાં ૫૬ જેટલા જોડાઓ એકસાથે સત્યનારાયણની કથામાં જોડાયા હતા તો સાથે જ વહેલી સવારે 9:00 થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ રક્તદાન કર્યું હતું પ્રદાન કરનારા લોકોનું કહેવું હતું કે જેમ જલારામ બાપા પરસેવાના કામ કરીને લોકોને મદદરૂપ થતા હતા તે જ રીતે રક્તદાન કરીને કોઇપણ વ્યક્તિ અન્ય નો જીવ બચાવી શકે છે તેથી જ આજે અહીં આવનારા અનેક લોકોએ રક્તદાન કર્યું હતું સાથે જ બપોરે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી જલારામ મંદિરના સંચાલકોએ જણાવ્યું કે બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થયેલો મહાપ્રસાદ સતત રાત્રે સાડા નવ સુધી ચાલતો રહે છે અહીં અંદાજે 10 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો આનંદ લે છે.

આ વર્ષે પણ ભાવિક ભક્તજનો ની ભીડ દર્શનાર્થે જોવા મળી હતી આજે વહેલી સવારથી જ અનેક સેવકો મહાપ્રસાદના આયોજનમાં ઉપસ્થિત થયા હતા જ્યારે મોડી સાંજે આજે સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું