બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

ધરમપુર માં શ્રીનાથ એપાર્ટમેન્ટના બંધ મકાન માં થઈ ચોરી,1 લાખ થી વધુનો મુદ્દામાલ ની ચોરી

ધરમપુર શહેર માં ભારત વિજય લોજ ની બાજુમાં આવેલ પિંક સીટી માં કપડાં ની દુકાન ચલાવતા અને શ્રીનાથ એપાર્ટમેન્ટ માં ભાડે રેહતા નરેન્દ્ર રમેશભાઈ કુમાવત સવારે પોતાનું ભાડા નું ઘર બંધ કરી દુકાને આવ્યા હતા બપોરે જ્યારે ઘરે પોહચ્યા ત્યારે તેમના પગ તળે થી જમીન સરકી ગઈ હતી.

 તેમના બંધ મકાન નું તાળું કોઈ ચોર ઇસમોને તોડી ઘર માં પ્રવેશી કબાટ તોડી કબાટ માં રાખેલા ધંધા રોજગાર માટે સગા સંબંધી પાસે ઉછીના લીધેલા 90 હજાર તેમજ દુકાન ના નાણાકીય વ્યવહાર ના કબાટ મ રાખેલા 50 હજાર તેમની પત્ની ની સોનાની બુટ્ટી 7500 રૂપિયા મળી કુલ રૂપિયા 1,47,500 ના મુદ્દામાલ ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વેપારી એ ધરમપુર પોલીસ મથક માં નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરી અંગે નો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ..