બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ટ્રમ્પની સુરક્ષાને લઈને થ્રી લેયર સિક્યુરિટી માટે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો આવશે ગુજરાત, એરપોર્ટની એરસ્પેસ ખાલી કરાવશે

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દરમિયાન અમેરિકાની સુરક્ષા એજન્સી સિક્રેટ સર્વિસ ટીમ ગુરુવારે અમદાવાદમાં આવશે. આ ટીમ એરપોર્ટ, ગાંધીઆશ્રમની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરશે. આ ટીમ સાથે એનઆઈએની ટીમ પણ જોડાય તેવી શકયતા છે. એકાદ મહિના અગાઉ અમેરિકાની સુરક્ષા એજન્સીએ અમદાવાદની મુલાકાત લઈને અમદાવાદમાં ટ્રમ્પ જે સ્થળોની મુલાકાત લેવા છે તેની સુરક્ષાને લઈને ચકાસણી કરી હતી.

તા. 24 અને 25મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ભારતની મુલાકાતે આવવાના છે. 




આ દરમિયાન તેઓ અમદાવાદમાં પણ આવશે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે રોડ, રસ્તા સહિતની કામગીરી પુરજોશથી કરવામાં આવી રહી છે.  ટ્રમ્પની સાથે પ્રેસિડન્ટના ઓફિશિયલ જેટ પ્લેન ઉપરાંત 6 વિમાન પણ સાથે આવશે. જેમાં અલગ અલગ હેલિકોપ્ટર એની કાર અને કાર્ગો રહેશે. તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સિક્રેટ સર્વિસ જ સંભાળશે. સિક્રેટ સર્વિસની ટીમ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. આ ટીમ એરપોર્ટ, ગાંધીઆશ્રમ અને મોટેરા સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે. આ ટીમની સાથે ભારતીય સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ પણ જોડાશે. ટ્રમ્પના કાર્યક્રમ પહેલા એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ તેઓ ગુજરાતના નેતાઓ અને અધિકારીઓ સાથે પણ બેઠક કરીને ટ્રમ્પના કાર્યક્રમની સમીક્ષા કરે તેવી શકયતા છે.