બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દરિયાકાંઠે આવેલી પીપાવાવ પોર્ટની જે.ટી. પર સિંહણ સિંહ સિંહબાળ આવી ચડતા અફરાતફરી મચી

એશિયાટિક સિંહો પર હવે કન્ટેનરનુ સંકટ આવી પડ્યુ
એશિયાટિક સિંહો પર હવે કન્ટેનરનુ સંકટ આવી પડ્યુ છે. જીહા.. આવુ એટલા માટે કહેવામાં આવી રહ્યુ છે. કારણ કે, અમરેલીમાં આવેલા પીપાવાવ પોર્ટની જેટી સુધી એક સિંહનું ગૃપ ઘુસી ગયુ છે.. જ્યા કન્ટેનરો લોડ-અનલોડ થતા હોય છે.. કોઈ પણ પ્રાણી માટે જોખમી આ સ્થળ પર સિંહબાળ સાથે આ સિંહનું ગૃપ જોવા મળ્યુ છે.. ત્યારે આ સમગ્ર બાબતને લઈને વન વિભાગ ઉંઘતુ ઝડપાયુ છે.. વન વિભાગ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી.. ત્યારે સિંહોની સુરક્ષાના બણગા ફૂંકનાર વનવિભાગના કર્મચારીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે. જંગલોમાં દિવસે ને દિવસે ઘટાડો થવાને લીધે વારંવાર સિંહો રોડ-રસ્તા પર ધસી આવતા જોવા મળતા હોય છે.



પીપાવાવ પોર્ટ ની મુખ્ય જે.ટી પર સિંહ સિંહણ સિંહબાળ પરિવાર સાથે આવી ચડતા વનવિભાગની પણ ઉંઘ ઉડી
પીપાવાવ પોર્ટ ની મુખ્ય જે.ટી પર સિંહ સિંહણ સિંહબાળ પરિવાર સાથે આવી ચડતા વનવિભાગ ની પણ ઉંઘ ઉડી ગઈ હતી અને ભારે નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા અને અંતે દિવલો વિડી તરફ વળી ગયા હતા પરંતુ થોડીવાર માટે સૌ કોઈ ની ચિંતા વધી ગઇ હતી. દિવસે ને દિવસે જંગલોમાં ઘટાડો થવાને લીધે વારંવાર સિંહો રસ્તા પર આવી જતા હોય છે અને આવા દ્રશ્યો જોવા મળતા હોય છે.