25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મારા પ્રાણ સમા ખેડૂતોની સામે અહંકારી કેન્દ્ર ની ભાજપ સરકાર ની હાર - ખેડૂતો ને આજ સાચી દિવાળી ઈસુદાન ગઢવી

પેટા ચૂંટણી હારતા ખેડૂતો ની શક્તિ સામે સરકાર હારી,કેન્દ્ર સરકાર ખેડૂતોનુ હિત ઇચ્છતી હોય તો MSP નક્કી કરી આપેકેન્દ્ર ની વર્તમાન ઉદ્યોગો ની તરફેણ કરતી ભાજપ સરકાર દ્વવારા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરી દેશમાં અમલીકરણ માટે તત્પર બની દેશના ખેડૂતો અને ખેતીને બરબાદ કરવા ની તૈયારી કરી

પેટા ચૂંટણી હારતા ખેડૂતો ની શક્તિ સામે સરકાર હારી,

કેન્દ્ર સરકાર ખેડૂતોનુ હિત ઇચ્છતી હોય તો MSP નક્કી કરી આપે

કેન્દ્ર ની વર્તમાન ઉદ્યોગો ની તરફેણ કરતી ભાજપ સરકાર દ્વવારા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરી દેશમાં અમલીકરણ માટે તત્પર બની દેશના ખેડૂતો અને ખેતીને બરબાદ કરવા ની તૈયારી કરી હતી.તેની સામે દેશના ખેડૂતો એ છેલ્લા ઘણા સમય થી મોરચો માંડી ને આંદોલન ના સુર છેડ્યા હતા. જોકે સરકારે આંદોલકારી ખેડૂતો ને અનેક રીતે પરાસ્ત કરવા માટે તમામ પ્રયત્ન અને તરકીબો કર્યા પછી પણ જગત ના તાત ટસ ના મસ ના થતા અંતે કડકડતી ઠંડી, તાપ અને વરસાદ માં પણ આ કાયદાઓ પરત લેવા માટે આંદોલન ચાલુ રાખ્યું જયારે સરકારે આ કાયદા ખેડૂત વિરોધી હોવા છતાં તેમના સારા પાસા ને ઉપસાવી યાત્રાઓ કાઢી એજ કાળા કાયદા માટે અંતે સરકાર ને પેટા ચૂંટણી માં દેશમાં હાર થતા ખેડૂતો થી ડરી ગયેલી સરકાર આવનારી ચૂંટણીઓ માં સતા થી હાથ ના ધોવા પાડે તે માટે ચૂંટણીલક્ષી કામગીરી અને નિર્ણયો કરતી આ સરકારે ખેડૂતો સામે હાર સ્વીકારી પોતાની સરકાર ના બનાવેલા ઉદ્યોગપતિઓ ના ફાયદા માટે બનાવેલા પરત લેવા પડ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી ના જણાવ્યા અનુસાર મારાં પ્રાણ સમા ત્યારે ખેડૂતો ની જીત થતા આજે મારાં ખેડૂતો ની જીત ની દિવાળી ના ફટાકડા ફૂટી રહ્યા છે. હજુ જો સરકાર ખેડૂતો નુ હિત ઈચ્છી ને ખેડૂતો માટે MSP નક્કી કરી ખેડૂતલક્ષી નિર્ણય લે તે ખુબ જરૂરી છે. આજે મારાં ખેડૂત ને તેના ઉત્પાદન ના પોક્ષણક્ષમ ભાવ મળવા જોઈએ અને તે આપવા એ દેશની સરકાર ની જવાબદારી છે. આમ કેન્દ્ર સરકાર દ્વવારા ખેડૂતો સામે ના ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચાતા આમ આદમી પાર્ટી ના ગુજરાતના નેતા અને ખેડૂતો ના મસીહા ઈસુદાન ગઢવી ને ખેડૂતો ની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. અને સાથે સાથે ખેડૂતો માટે MSP ની પણ માંગણી કરી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments