આજે દરેક માતા-પિતા પોતાની સંતાનના સંસ્કરણ માટે કઇક વ્યવસ્થા કરતા હોય છે અને તેના સાધનરૂપ બાળકોને શાળામાં મૂકે છે.વર્તમાન મા જે પરિસ્થિતિનો ગઠન થઈ રહ્યું છે તને જોતા એવું લાગે છે આ ભારતને ફરી શિવાજી અને મહારાણા પ્રતાપ ની જરૂર છે પણ આપણી શાળાઓ અને આપણી શિક્ષણ પદ્ધતિ શુ સર્મથ છે ?
શુ આપણી પાસે સર્મથ રામદાસ અને આચાર્ય રાઘવેન્દ્ર જેવા ગુરુ છે ?
ભૂલ આપણી નથી આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે એટલા સમર્થ નથી કે મેકોલોની દાખલ કરેલી ગુલામો પેદા કરનારી શિક્ષણ પદ્ધતિને બદલી શકીએ પણ કદાચ હવે નવી શિક્ષણ પદ્ધતિએ થોડી ઘણું આશાનું કિરણ દેખાડ્યું છે .અંગ્રેજો ખૂબ ચાલાક રમત રમી ગયા આપણને તેમની અંગ્રેજી પકડાવી ગયા આપણી ભગવદગીતા ત્યાં લઈ ગયા.આજે જર્મનોની દરેક શાળામાં ભગવદ ગીતા ના અડધો કલાક ના ક્લાસ ફરજિયાત હશે અમેરિકાની યુનિવર્સિટીમાં ફરજિયાત છે નેધરલેન્ડમાં પણ હવે ફરજિયાત કરી છે .જે તેમનુ નથી છતા તે અમને ભણાવવામાં આવે છે જે આપણું છે તે આપણને ભણાવવામા આવતુ નથી તો પછી અહીંથી માત્ર ગુલામો પેદા થશે નહીં કે સ્વામી વિવેકાનંદ...
બહારના લોકો પોતાની શાળામાં ભગવતી ગીતા ભણાવે છે અને આપણે અહીં ભારત ના બાળકોને શું ભણાવીએ છીએ અકબર નો ઇતિહાસ , અંગ્રેજો નો ઈતિહાસ ભણાવવામા આવે છે . અહિ સતત એ ભણાવવામા આવે છે કે આપણે એક હજાર વર્ષ ગુલામ હતા પણ કેમ એ નથી ભણાવવામા આવતુ કે આખા ભારત નો બાદશાહ હતો પણ તમે છતા મહારાણા પ્રતાપ ના નામથી કાપતો હતો જીવતેજીવત તો દુર મહારાણા પ્રતાપના મૃત્યુ પછી પણ ઘણા વર્ષો સુધી તે મેવાડ પર હુમલો કરવાથી પણ ડરતો હતો ઔરંગઝેબ જે ભારત ને ગુલામ બનાવવા ઇચ્છતો હતો પણ તે છત્રપતિ શિવાજી મહારાજ ને હરાવી શક્યું નથી અને 13 વર્ષની કિલ્લો જીતી લીધો એમને ભારતીય નૌસેનાના પિતા કહેવામાં આવે છે એ ભણાવવામાં નથી આવતું ખૂબ મોટું સામ્રાજ્ય હતું પણ છત્રસાલ ને તો પકડી ન શક્યો એ ભણાવવામાં આવતું નથી ભણાવવામાં આવે છે કે વીસ વર્ષની ઉંમરે સિકંદર આખી દુનિયા જીતી પણ એ સિકંદર ભારતના જીતી ન શક્યો તેનું કારણ ભારતનો વીર યોદ્ધા પોરસ તમે કોઈ પણ બાળકને અકબર વિશે પૂછો તો વિસ્તારમાં કહેશે પણ આપણા મહાપુરુષો વિશે પૂછો તો ટૂંકમાં કહી દેશે કેમ કે એમને ભણાવવામાંજ નથી આવતુ આપણે કેટલા વર્ષો ગુલામ રહ્યા એ ભણાવવામાં આવે છે આપણા મહાપુરુષોએ આપણે આઝાદ કરવા માટે જે પ્રયત્નો કર્યા પણ ભણાવવામાં નથી આવત
એ ભણાવવામાં આવે છે એક પતિએ પોતાની પત્ની માટે તાજમહેલ ઉભો કર્યો પણ એ નથી ભણાવવા તું તે એક દીકરાએ પોતાની માં માટે આખું સ્વરાજ ઉભુ કર્યું અકબરના વંશજ માટે પાઠ અને આપણા શિવાજી મહારાજ માટે માત્ર એક પત્તુ આજે અંગ્રેજો ની નિતીઓ વિશે ભણાવવા માટે આખા પાઠ અને 23 વર્ષ ની ઊમર મા શહિદ થયેલ ભગતસિંહ અને 30 વર્ષ ની ઉમરે શહિદ થયેલ રામપ્રસાદ બિસ્મિલ વિશે એક ફકરો ભણાવવામા આવે છે. એવુ ભણાવાય છે કે અંગ્રેજો એ આપણા હિન્દુ સમાજ ના ભાગલા પાડ્યા પણ જે હિન્દુ સમાજ માટે એમ કહેવાતુ ચાર હિન્દુ ત્યારે એક જ દિશામાં ચાલે ત્યારે પાંચમો ખભા પર હોય એ માન્યતાને ખોટી સિદ્ધ કરનાર અને લાખો લોકોને એક જ દિશામાં એક સાથે ચલાવનાર ડૉક્ટર હેડગેવાર વિશે ભણાવવામાં કેમ નથી આવતું.
એવુ નથી કે આ બધુ શીખવાડવામા નથી આવતુ શીખવાડાય છે અને એ પણ ની:શુલ્ક , માત્ર એક કલાક ના સંસ્કરણ થી ભારત આ ભવિષ્યનુ ઘડતર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે આપણા બાળક માટે શું સારું એ નક્કી કરવા માટે આપણે સમજદાર છીએ.
જો મારી વાત સાચી લાગતી હોય તો આગળ લોકો સુધી પહોંચાડો