બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત રોનવેલ અને ફ્લાધરા માધ્યમિક શાળા માં કન્યા ઓને સેલ્ફ ડિફેન્સ ની તાલીમ અપાઈ


 આજ રોજ તારીખ: ૨૭-૧૧-૨૦૨૧ આર. કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ, રોણવેલ, વલસાડ ખાતે ૩૫૦ કન્યા તાલીમાર્થી અને સાર્વજનિક માધ્યમિક શાળા, ફલધરા, વલસાડ ખાતે ૩૦૦ કન્યા તાલીમાર્થીએ સેલ્ફ ડિફેન્સ કરાટે અસોસિએશન ઓફ વલસાડ દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત – સ્વ રક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું. કયોસી મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ, સેન્પાઈ વેનીલ પટેલ દ્વારા સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવી. સમારંભ સમયે વલસાડના પોલીસ અધિકારીશ્રી સંજયભાઈ પાલ (ASI) અને રાજેન્દ્રભાઈ પટેલ (GHG) તેમજ દિક્ષીત પટેલ ( GRD) હાજર રહી મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી તાલીમનું સમારંભ કરવામાં આવ્યું.
ASI સંજય સાહેબે કન્યાઓને પોતાનો સ્વબચાવ કઈ રીતે કરવું અને બાહય ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું રક્ષણ કરી શકાય તે બાબતે અવગત કર્યા.
કયોસી મનોજ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિષે તથા પોલીસ ૨૪ કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા.
સેન્સાઈ આકાશ પટેલે શાળાની કન્યાઓને, કન્યાઓ પર થતાં અત્યાચાર સામે લડવા માટે આ કરાટેની અને સ્વ-રક્ષણની તાલીમ કેટલી જરૂરી છે એ જણાવ્યું.