બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સોનાને બદલે આ દીકરીએ તેના લગ્ન માટે કરિયાવરમાં પુસ્તકો માંગ્યા.

રાજકોટના દીકરીબાનો અનોખો પુસ્તકપ્રેમ


જ્યારે પણ આપણાં ઘરે દીકરીના લગ્ન લેવાના હોય ત્યારે ચોકકસથી દીકરીના પિતાને પોતાની દીકરીને કરિયાવરમાં શું આપવું, કેટલું આપવું તેને લઈને ચિંતા જોવા મળતી હોય છે. પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. આજના આધુનિક મોડર્ન સમયગાળામાં રાજકોટમાં એક પુત્રી દ્વારા પોતાના લગ્નના કરિયાવરમાં પુસ્તકો માંગીને અનોખી પહેલ શરૂ કરી છે. સાથેજ શિક્ષક પિતા હરદેવસિંહપોતાની પુત્રીને સંસ્કાર અને જ્ઞાનરૂપી કરિયાવર આપવાના છે. પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા વ્યક્ત કરી અને શિક્ષક પિતાએ પુત્રીના શબ્દોને વધાવી લીધા, 2200 પુસ્તકો ગાડામાં ભરીને પિતા પુત્રીને સાસરે વળાવશે.




શિક્ષક પિતા હરદેવસિંહે દીકરીમાટે ઘરમાં 500 પુસ્તકની લાઇબ્રેરી સજાવી


રાજકોટમાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે, તેમણે તેમજ તેમના પિતાએ પોતાના ઘરમાં 500 પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે, કિન્નરીબાના વાંચન શોખે તેમને એક સારા વક્તા પણ બનાવ્યા. એકાદ વર્ષ પૂર્વે કિન્નરીબાની સગાઇ વડોદરાના ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થઇ, એક દિવસે કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કેમને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પુત્રીની ઇચ્છા તો પૂરી કરવી જ હતી પરંતુ પુસ્તકપ્રેમી પુત્રી આશ્ચર્યચકિત થઇ જાય તેટલા અને તેવા પુસ્તકો આપવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો. સાથેજ કિન્નરિબાના પતિ પણ શિક્ષિત પરિવરમાથી હોવાથી તેમણે પણ કિન્નરીબાના આ નિર્ણયને ઉત્સાહપૂર્વક વધાવ્યો છે.


 


દીકરીમાટે હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રીને સમર્પિત કરશે


શિક્ષક હરદેવસિંહે દીકરીને કેવા પુસ્તકો આપવા તેની યાદી તૈયાર કરી અને છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી પુત્રીના કરિયાવર માટે 2200 પુસ્તકો એકત્રિત કર્યા. પુત્રીને સાસરે વિદાય કરાશે ત્યારે પિતા હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી સમક્ષ રજૂ કરશે.