ચંદ્રકાંત પાટીલને મહારાષ્ટ્ર ભાજપની કમાન, મંગલ પ્રભાત લોઢા બન્યાં મુંબઈ મહાનગરના અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ચંદ્રકાંત પાટિલે ફરી એક વખત મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષની કમાન સોંપી છે.. પૂણે શહેરની કોથરૂડ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનેલા ચંદ્રકાંત પાટિલના શ્રેષ્ઠ પ્રદર્શનને જોતા તેમના કાર્યકાળને વધારાયો છે.. તો મંગલ પ્રભાત લોઢાની મુંબઈ મહાનગર ભાજપના અધ્યક્ષ પદે પસંદગી કરવામાં આવી છે.. તેઓ ધારાસભ્ય અને લોઢા ગ્રુપના સંસ્થાપક છે.. તેઓ દેશના સૌથી ધનિક બિલ્ડર પણ છે.. તેમની પાસે 27 હજાર 150 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે.
ચંદ્રકાંત પાટીલનો પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઉંડો પ્રભાવ
ભૂતપૂર્વ સરકારમાં મહેસૂલ અને લોકનિર્માણ મંત્રીની જવાબદારી સંભાળી ચુકેલાં ચંદ્રકાંત પાટિલનો પૂણે અને કોલ્હાપુરના પ્રભારી મંત્રી પણ રહી ચુક્યાં છે.. તેમનો પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેજ પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન તેમના સંગઠનાત્મક કૌશલ્ય માટે જાણીતા પાટિલે બારામતીમાં ધામા નાખ્યાં હતાં જ્યાંથી ભાજપની કંચન કુલ ચૂંટણી લડી રહ્યાં હતાં.. જોકે, એનસીપીના ગઢમાં ભાજપ હારી ગઈ હતી.. પરંતુ તેમણે સુપ્રીયા સુલેને કડક ટક્કર આપી હતી.
આ રેસમાં હતા ફડણવીસ અને ગિરીશ મહાજન
ભાજપ પ્રદેશ અધ્યક્ષની રેસમાં હાલના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ઉપરાંત પૂર્વ નાણામંત્રી સુધીર મનગંટીવાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના પૂર્વ મંત્રી ગિરીશ મહાજનનું નામ પણ ચર્ચામાં હતુ... જો કે, આ બાબતની વધુ સંભાવના હતી કે, પાટીલને જ ફરી અધ્યક્ષની કમાન સોંપવામાં આવશે... પકંજા મુંડે અને એકનાથ ખડસેનું બળવાખોર વર્તન જોતા તેમને
પહેલેથી જ આ રેસમાંથી બહાર માનવામાં આવી રહ્યાં હતાં..
આવી રીતે થાય છે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી
ભાજપમાં 97 હજાર બૂથ અધ્યક્ષ અને બૂથ સમિતિઓની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાઈ ગઈ હતી.. ત્યાર બાદ 704 મંડળ અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી.. જાન્યુઆરી મહિનામાં 72 જિલ્લાધ્યક્ષ પસંદ કરાયા હતાં જેઓ પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરે છે..