બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકોટ ખાતે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં તિરંગા યાત્રા 2020નું આયોજન થયું

રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું 



રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં જણાવ્યું હતું કેદેશને ટૂકડા કરવા નીકળેલા લોકો માટે આ જડબાતોડ જવાબ છે. તિરંગાયાત્રા જિલ્લા પંચાયત ચોકયાજ્ઞિક રોડમાલવિયા ચોક ત્યાંથી ત્રિકોણબાગથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ત્યાંથી જ્યુબિલી મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યૂ ખાતે પૂર્ણ થઇ હતી. 



આ યાત્રામાં બે કિલોમીટર લંબાઇનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો



આ યાત્રામાં બે કિલોમીટર લંબાઇનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમજ હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા. લોકોના હાથમાં હજારો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળ્યા હતા. 

I support CAAના બેનર સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ