'પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેંગા', ગુજરાતનું 'ગરીબ મોડલ' છૂપાવવા વિકાસની દીવાલ
ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે..ત્યારે તેમની મુલાકાતને લઈને તંત્ર કોઈ કચાશ રાખવા માગતું નથી.... ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓની સાથે સાથે તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણિયા વાસ પાસે ઈંટોની દીવાલ બનાવવામાં આવી રહી છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન આ ઝૂંપડાઓવાળા વિસ્તારો ન દેખાય તે માટે આ દીવાલ બનાવવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે..
AMC પર ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે
AMC પર ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ મામલે અમદાવાદના મેયર બીજલ પટેલને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હજુ સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી
ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે
નોંધનીય છે કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિશ્વાસના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. સાથે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને પણ સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખ લોકો સામેલ થાય તેવી સંભાવના છે.