બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

'હમ તુમ્હે ઈતના પ્યાર કરેંગે કે લોગ હમે યાદ કરેંગે'' વેલેન્ટાઈન ડે' પર મિથુન ચક્રવર્તીના પ્રેમ કિસ્સાઓ

વેલેન્ટાઈન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ...લોકો કહે છે કે, સાચો પ્રેમ જિંદગીમાં એક વખત થાય છે.. લોકોની જિંદગીમાં એક કરતાં અનેક પાત્રો આવે છે, આવતા રહે છે..પ્રેમ થાય છે લગ્ન થાય અને છુટ્ટા પડે વળી પાછો પ્રેમ થાય આવું તે કાંઈ હોતું હશે... જી હાં આવું જ થયું અભિનેતા મિથુન ચક્રવર્તીની જિંદગીમાં... મિથુન ચક્રવર્તીની અંગત જિંદગી તેમનાં અનેક પ્રેમ પ્રકરણના કારણે ખુબ ચર્ચામાં રહી છે... તેમનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. તેમનો જન્મ 1952માં બાંગ્લાદેશના બારીસાલમાં થયો હતો..બાદમાં તેમનો પરિવાર ભારત આવી ગયો.. મિથુનને પ્યારથી લોકો મિથુન દા કહીને બોલાવે છે.. મિથુન દા પોતાની ફિલ્મી સફરમાં અત્યાર સુધીમાં અનેક પડકારભરી ભૂમિકા ભજવી ચુક્યાં છે... આજે પણ તેઓ ફિલ્મી દુનિયામાં વ્યસ્ત છે, ત્યારે આજે વેલેન્ટાઈન ડે પર મિથુન દાએ ચોરી ચોરી કેટલી યુવતીઓના દીલ ચોરી લીધા અને કેટલી સુંદરીઓ તેમની જિંદગીમાં  વેલેન્ટાઈન બનીને આવી તે અંગે જાણીએ..



ખૂબ ઓછા લોકો જાણે છે કે, મિથુને યોગીતા બાલી સાથે લગ્ન કર્યા પહેલા તે સમયની મોડેલ હેલેના લ્યૂક સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતાં..  સારીકા સાથે બ્રેક અપ થયાં બાદ મિથુન એકલા પડી ગયાં હતાં અને પછી તેની મુલાકાત હેલેના સાથે થઈ અને પહેલી નજરમાં જ મિથુનને હેલેના સાથે પ્રેમ થઈ ગયો... બંને સાથે સમય વિતાવવા લાગ્યા.. અને વર્ષ 1979માં બંનેએ ચુપકે-ચુપકે લગ્ન કરી લીધાં...પરંતુ આ લગ્ન માત્ર 4 મહિના જ ટક્યાં... તે સમયે હેલેનાની ઉંમર માત્ર 21 વર્ષની હતી.. મિથુન તે સમયે બોલિવુડમાં સ્ટ્રગલ કરી રહ્યાં હતાં આ જ સ્ટ્રગલના દિવસોમાં મિથુનનું દિલ યોગીતા બાલી પર આવી ગયું.. મીડિયામાં મિથુન અને યોગીતાના અફેરની વાત વહેતી થતાં હેલેના અને મિથુન વચ્ચે લગ્નસંબંધમાં કડવાસ આવી ગઈ.. 1980માં હેલેનાએ મિથુન સાથે લગ્નની વાતને જગજાહેર કરી દીધી..જો કે, મિથુને આ વાતને નકારી નહીં પરંતુ  હેલેના સાથે છુટાછેડા લઈ લીધા..



હેલેના સાથે છુટાછેડા લીધા બાદ અને યોગીતા બાલી સાથે લગ્ન કર્યા બાદ મિથુન અને શ્રીદેવીનાં અફેરની પણ જોરદાર ચર્ચા ઉઠી., જો કે, આ અંગેનું કોઈ પ્રમાણ નથી પરંતુ બોલિવુડમાંથી જે રીતે સાંભળવા મળ્યું છે તે રીતે ફિલ્મ 'જાગ ઉઠા ઈન્સાન'ના સેટ પર મિથુન અને શ્રીદેવની મુલાકાત થઈ હતી અને ધીરેધીરે આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ જો કે, મિથુનના તે સમયે યોગીતા બાલી સાથે લગ્ન થઈ ચુક્યાં હતાં.. મિથુન અને શ્રીદેવીના લફડાની જ્યારે યોગીતા બાલીને જાણ થઈ તો તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો... જેનાથી મિથુન ગભરાઈ ગયાં હતાં.. તો શ્રીદેવી પણ એવું ન્હોતી ઈચ્છતી કે તે કોઈને બીજી પત્ની કહેવાઈ.. બીજી તરફ મિથુને શ્રીદેવીને એવું વચન આપ્યું હતું કે, તે યોગીતાને છુટાછેડા આપી દેશે..પરંતુ મિથુન આવું ન કરી શક્યાં અને શ્રીદેવી સાથે મિથુનનું બ્રેકઅપ થઈ ગયું...
 


મિથુન પાછા યોગીતા પાસે જતા રહ્યાં તો શ્રીદેવીએ 1996માં પોતાનાથી 8 વર્ષ મોટા બોની કપુર સાથે લગ્ન કરી લીધા,  શ્રીદેવી માટે બોની કપુરે પોતાની પહેલી પત્નીને છોડી દીધી હતી. ત્યાર બાદ મિથુન તેમની દુનિયામાં અને શ્રીદેવી તેમની દુનિયામાં વ્યસ્ત થઈ ગયાં 24 ફેબ્રુઆરી 201માં દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું આક્સમિક મોત થઈ ગયું. તે સમયે પણ મિથુન દા અનેક દિવસોથી ગુમસુમ રહ્યાં હતાં..