બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સંસ્કૃત સાધનોનું મહાસંગમ સારસાપુરી મુકામે યોજાયું.

ભાષાઓની જનની સંસ્કૃતભાષાને ફરીથી લોકભાષા બનાવવા કૃત સંકલ્પિત સંસ્કૃતભારતી ગુર્જર પ્રાંતના 332 સમર્પિત કાર્યકર્તાઓનું કેવલજ્ઞાનપીઠ સારસા મુકામે કૈવલજ્ઞાન-પીઠાધીશ્વર પ. પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં 25 - 26 ડિસેમ્બર 2021ના રોજ અધિવેશન મળ્યું.

             સ. પણ. યુનિ.ના કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણી મહોદયના વરદહસ્તે સંસ્કત પ્રદર્શિની ખૂલ્લી મુકવામાં આવી. માન્ય કુલપતિ સાહેબે સંસ્કૃતભારતીના કાર્યને બિરદાવ્યું હતું.

             આ પ્રથમ દિવસે અધિવેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉદ્ઘાટક શ્રી સ્વામિનારાયણ વડતાલધામના પૂજ્ય સંતશ્રી વલ્લભ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ વંદનીય છે કેમકે તેઓ સંસ્કૃતને પુનર્જીવિત કરવા માટે સઘન પુરૂષાર્થ કરી રહ્યા છે. મેં આ અધિવેશનમાં સંસ્કૃત વાતાવરણ જોઈને આનંદ અને ગૌરવ થયો.
              ઉદ્ઘાટન સમારોહના મુખ્ય વક્તાશ્રી તરીકે સંસ્કૃતભારતીના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ માનનીય શ્રી નંદકુમારજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું કે ભારતના જન્મથી ઋષિ/મહર્ષિઓએ જે જ્ઞાન-વિજ્ઞાન અને જીવનના રહસ્યોનો સાક્ષાત્કાર કર્યો છે તે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ભારત પૂર્વે તેના જ્ઞાન વૈભવને કારણે વિશ્વગુરુ હતો, આ જ્ઞાન પરંપરા એ આપણી સંસ્કૃતિ છે જે જીવમાત્રના કલ્યાણ માટે છે તેથી તેનું રક્ષણ અને સંરક્ષણ સંસ્કત દ્વારા જ સંભવ છે. સંસ્કૃતભારતી વિશ્વકલ્યાણ માટે સંસ્કૃતને સંભાષણથી શાસ્ત્ર અભ્યાસ સુધીની નેમ ધરાવે છે, સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ આચરણ દ્વારા લોકોને સંસ્કૃત બોલતા કરવા ઈચ્છે છે. આપણો સૌનો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આદર્શ બનીએ આ આહ્વાન સાથે નંદકુમારજીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.

         સંસ્કૃતભારતીના ન્યાસી અને ગુજરાત રાજ્ય સરકારમાં પૂર્વ સચિવ શ્રી ભાગ્યેશ જહા મહોદયે સંસ્કૃતની વિશેષતા દર્શાવી સંસ્કૃત વિકાસની સાથે ભાવી ભારતના વૈભવની વાત કરી હતી. આ પ્રસંગે સંસ્કૃતભારતીના સમર્પિત કાર્યકર્તા શ્રી સતિષ ગજ્જર મહોદય લિખિત "પ્રતિબિંબ" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અને
         આ અધિવેશનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા સંસ્કૃત ભાષાની વર્તમાન સમયમાં અનિવાર્યતા, સંસ્કૃત સંરક્ષણના ઉપાયો, સંસ્કૃત વિકાસના આયામો, સંસ્કૃત શિક્ષણના પ્રક્લ્પો, કાર્યકર્તાઓની સંગઠન યોજનાઓ વગેરે વિષયોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ અધિવેશનમાં પ્રદેશ, ક્ષેત્ર અને અખિલ ભારતીય સ્તરના અધિકારીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.
         આ અધિવેશનમાં સંસ્કૃતભારતીના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ માનનીય નંદકુમારજી, ક્ષેત્ર સંગઠનમંત્રી શ્રી હિમાંજય પાલિવાલ, ક્ષેત્ર સંયોજક ચિન્મયજી, ગુર્જર પ્રાંતના અધ્યક્ષ ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલાજી, મંત્રી ડૉ. જીતેન્દ્રભાઈ બહ્મભટ્ટ, સહમંત્રી નંદકિશોરભાઈ મહેતા અધિવેશનના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાજેશભાઈ પટેલ (ધર્મજ), સંસ્કૃતભારતીના ટ્રસ્ટી શાંતિભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા, આણંદના સાંસદ મીતેષભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી  કુબેરભાઈ ડિડોર મહોદય વગેરે મહાનુભાવો આ અધિવેશનમાં માર્ગદર્શન આપશે.