બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અલ્પેશ ઠાકોરની સિંહ ગર્જના, ચિમકી ઉચ્ચારતા કહ્યું કે જો સરકાર..

છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ઓબીસી સમાજની મહિલાઓ દ્વારા LRD ભરતીમાં અનામતને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર સમક્ષ પરિપત્ર રદ્દ કરવાની માંગણી સાથે આંદોલન કરી રહેલ બહેનોને ખુદ સત્તાપક્ષના અનેક નેતાઓ સીએમ રૂપાણીને પત્ર લખીને સમર્થન આપી ચુક્યા છે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા અને ચંદનજી ઠાકોર પણ છાવણીમાં આંદોલનકારીઓ સાથે ઉપવાસ પર બેઠા છે.



ત્યારે સમયાંતરે પોતાની અલગ જ રાજનીતિ અને નિવેદનોને કારણે ચર્ચામાં આવતા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ફરીથી ભાજપ સામે બાગી તેવરો બતાવ્યા છે. અલ્પેશ ઠાકોરે આ આંદોલનને લઈને ભાજપની જ સરકાર સામે ચિમકી ઉચ્ચારી છે. અલ્પેશે આ આંદોલનમાં ઝંપલાવતા ભાજપ સરકારનું ટેનશન વધ્યું છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પની આગતા સ્વાગતની તૈયારીઓમાં ભાજપ વ્યસ્ત છે અને બીજીતરફ આ આંદોલને ઊંઘ હરામ કરી છે. 


અલ્પેશ ઠાકોરે ભાજપની જ સરકાર સામે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે 1/8/2018 નો આ ઠરાવ ગેરબંધારણીય હોવાનું જણાવ્યું છે. જેને લઈને સરકાર 48 કલાકમાં નિર્ણય લઈ ઉકેલ નહીં લાવે તો સોમવારે ગાંધી આશ્રમથી સચિવાલય સુધીની પદયાત્રા કરવા જણાવ્યું હતું. તો બીજીતરફ ભાજપના જ સીકે પટેલ, વરુણ પટેલ જેવા નેતાઓ - કાર્યકરો બિન અનામત ઉમેદવારોની તરફેણમાં આવ્યા છે. પરિપત્રના વિરોધ અને પરિપત્રની તરફેણના એમ બન્ને આંદોલનમાં ભાજપના નેતાઓ જોવા મળી રહ્યા છે.



આ મામલે વધુમાં જણાવતા અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી કે, રાજ્ય સરકારે ઠરાવમાં સુધારા અથવા રદ કરવાની ખાતરી આપી હતી. હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે રાજ્ય સરકાર આ મામલે કોઇ નિર્ણય લે છે કે કેમ અને બન્ને તરફના આંદોલનકારીઓ વચ્ચે સંકલન સાધી