બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકોટમાં "વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા પેઢીને નવો રાહ 

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજનાં ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા દ્વારા "વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા પેઢીને નવો રાહ  રાજકોટના સ્લમ એરિયાની ઝુપડપટ્ટીમાં કુપોષણ નિવારણ માટે કઠોળ,યુ.એસ.એ ની મલ્ટી વિટામીન ટેબલેટ, આલ્બેંડેઝોલ ટેબલેટ,અને વિટામીન-એ કેપ્સુઅલ તદ્દન નિશુલ્ક આપવામાં આવી. તંદુરસ્ત સમાજનાં નિર્માણ અને ભાવિ પેઢીનાં સર્વાંગી વિકાસ માટે આ દવાઓ ફ્રી આપવામાં આવી. 




જરુરીયાત મંદ લોકોને મદદ કરવાની ભાવનાંથી દાન અને ફિજ્યુઅલ ખર્ચની બચત માંથી આ સંસ્થા અનેક તહેવારો  સેવાકીય કાર્યો કરી ઉજવે છે. આ સંસ્થા 
નિરાધાર મહિલાઓ માટે બધી સુવિધાઓ સાથેનો આશ્રમ,  જરુરીયાતમંદ દીકરીઓને કરીયાવર સાથે લગ્ન કરી આપવા, જરુરીયાતમંદ બહેનો માટે સંસ્થા દ્વારા વિના રોકાણે નવી પીંક રીક્ષા, “માનવ કલ્યાણ રથ” મહિલા ઓટો રીક્ષા આપવામાં આવે છે. મફત મેરેજ બ્યુરો, પ્લેસમેન્ટ સેવા, સમાધાન પંચ ચલાવવામાં આવે છે.