બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાતે બનાવો વેજિટેબલ કટલેસ 

વેજિટેબલ કટલેસ બનાવવાની રીત :

સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. પછી બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. હવે બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો. વેફર, સલાડ અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.



સામગ્રી :
  • ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  • ૧૦૦ ગ્રામ ગાજર
  • ૩૦૦ ગ્રામ બટાટા
  • ૧૦૦ ગ્રામ ફણસી
  • ૧૦૦ ગ્રામ ફૂલગોબી
  • ૧ મોટી ડુંગળી
  • ૧ ચમચી જીરૂ
  • બ્રેડનો ભૂકો
  • ફૂદીનો અને ટામેટાં.
  • આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે.