25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જામનગરના હસમુખભાઈ હિંડોચાની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે કરવામાં આવી નિમણુંક.

ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે જામનગરના હસમુખભાઈ હિંડોચાની કરવામાં આવી નિમણુંક. ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડ લિમિટેડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે જામનગરના અનુભવી, ઉત્સાહી, વડીલ, માર્ગદર્શક એવા હસમુખભાઈ હિંડોચાની નિયુક્તિ કરવામાં આ


ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે જામનગરના હસમુખભાઈ હિંડોચાની કરવામાં આવી નિમણુંક.

ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડ લિમિટેડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે જામનગરના અનુભવી, ઉત્સાહી, વડીલ, માર્ગદર્શક એવા હસમુખભાઈ હિંડોચાની નિયુક્તિ કરવામાં આવી છે.

ગોવા શિપયાર્ડ લિમિટેડની વાત કરીએ તો 1957માં સ્થપાયેલ જેનું ભારત સરકારના સંરક્ષણના અનુસંધાને ડિફેન્સ પ્રોડક્શન મુજબ સંચાલન થાય છે જે દેશના સંરક્ષણ ખાતે ખાસ કરીને નેવી માટે જરૂરી ઉત્પાદન કરે છે. 

જામનગર ખાતે હસમુખ ભાઈ હિંડોચા દ્વારા ખાસ એક્સક્લુસીવ મુલાકાત કરવામાં આવતા જાણવા મળ્યું કે 1979 બહુ જ નાની વયમાં તેઓ જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાઈ તેઓ રાજકારણમાં સક્રિય બન્યા હતા અને 1980 માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી જ કાર્યકર તરીકે તેઓ જોડાઈ ગયા હતા. જેમાં બુથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, જામનગરના શહેર પ્રમુખની જવાદરીઓ તેમને બેખૂબી નિભાવી છે. તેઓ 5 વર્ષથી વધુ નાગરિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ હોઈ પોતાના કાર્ય ક્ષેત્રમાં શિસ્ત અને અનુસાશનના આગ્રહી રહ્યા છે. તેમની સંરક્ષણ કંપનીમાં નિમણુંક થતા જામનગર સાંસદ, ધારાસભ્ય, જામનગર બીજેપીના પદાધિકારીઓ, સ્વજનો, મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments