બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

મહેસાણામાં નીતિન પટેલની ઓફીસ આગળ યુવાનોએ નીતિન પટેલ હાય હાયના નારા લગાવ્યા


છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ઓબીસી સમાજની મહિલાઓ દ્વારા LRD ભરતીમાં અનામતને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું.બંધ ની અસર એકંદરે આજે મિશ્ર જોવા મળી હતી મહેસાણા માં અનમાત બચાવો સમિતિ દ્વારા સૌપ્રથમ આવેદન બાદ સભા અને ગાંધીનગર ખાતે કુચ કરી ને મહેસાણામાં આજે સરકારના કાન ખોલવા માટે આજે મહેસાણા બંધ નું એલાન આપવા માં આવ્યું હતું . 



મહેસાણાના બજારો રાબેતા મુજબ આજે શરૂ થવા ગયા પરંતુ અનામત મેળવતા સમાજ દ્વારા ટોળા સ્વરૂપે નીકળી ને બજારો બંધ કરાવ્યા હતા . અને ભાજપના કાર્યાલય સહીત નીતિન પટેલ ના કાર્યાલયને પણ ટોળાં એ બંધ કરાવ્યા હતા. તેમજ ડેપ્યુટી સીએમ નીતીન પટેલના કાર્યલય આગળ મોટી સંખ્યામાં યુવાનોનું ટોળુ ઉમટયું હતું.જેમાં યુવાનોમાં સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળયો.યુવાનોએ નીતીન પટેલ વિરૂદ્વ સૂત્રોચાર કર્યા.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.



યુવાનોએ વીડિયોમાં નીતીન પટેલ હાયહાયના નારા લગાવ્યા. હાલમાં આંદોલન પહેલા આવેદનપત્ર થી શરુ થઇ ને હજુ આગળ વધી રહ્યો છે જે આવનાર સમયમાં સરકાર યોગ્ય પગલાં નહીં લે તો બીએએએસ દ્વારા વિવાદીત પરિપત્ર સામે હજુ પણ ઉગ્ર દેખાવો કરવામાં આવશે