બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કુદરતનો અનોખો કરિશ્મા: બંને આંખો ના કલર અલગ, મળ્યું India Book of Records 2020 માં સ્થાન


કહેવાય છે કે, કુદરતના રંગ અનેક છે પરંતુ ક્યારેક આ રંગ કુદરતની કરિશ્મા બની જાય છે. જેને GIFT OF GOD જ કહી શકાય.૭ માર્ચ ૧૯૯૦ માં જન્મેલી ૨૯ વર્ષની કરિશ્મા મણિ જે એન્કરીંગ અને એક્ટિંગ ક્ષેત્રે સંબંધ ધરાવે છે જેનું નામ ભારત બૂક ઓફ રેકોર્ડસ ૨૦૨૦ માં સામેલ થયું છે . કરિશ્માને  જન્મથી આંખોના રંગ અલગ અલગ છે .તેની જમણી આંખનો રંગ હેઝલ તો ડાબી આંખનો રંગ બલેકિશ બ્રાઉન છે. 





જે મેડિકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે . જેને હેટેરોક્રોમીઆ આઇરીડમ કહેવામાં આવે છે. કરિશ્માએ જણાવ્યું કે જે બંને કલરની આંખો છે તે બંને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેમાં કરિશ્માની જન્મથી એક આંખ માતા ઉપર અને બીજી આંખ પિતા ઉપર ગઈ છે.જમણી આંખનો કલર તેમના પિતા ઉપર અને ડાબી આંખનો કલર તેમની માતા ઉપર ગયો છે. પરંતુ આ પ્રકારની પ્રકૃતિ દુનિયામાં બહુ ઓછા લોકોને મળે છે . 



ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળવા બદલ તેને ઈશ્વર , કુદરત અને માતા-પિતાનો આભાર માન્યો હતો.